સાસંદ શ્રી જશવંતસિંહ ભાભોર સિંગવડ તાલુકામાં આવેલ ભમરેચી માતાના મંદિર પરિસરની સ્વચ્છતા માટે શ્રમદાન કરી સ્વચ્છતા જાળવવા આહ્વાન કર્યું ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469)- દેશભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં નિત્ય સ્વચ્છતાની ગૂંજ ફેલાવવા ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે આજે મહાશ્રમદાન કર્યુ હતું. જે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર એ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સ્થિત પ્રસિદ્ધ ભમરેચી માતાના મંદિર પરિસરની સ્વચ્છતા માટે શ્રમદાન કરી સ્વચ્છ ભારતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રારંભે સાંસદ શ્રી લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ ભાભોર સાથે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી મીતેશ વસાવા સહિત પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ ભમરેચી માતાના દર્શન કર્યા હતા. 

આ પ્રંસગે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર એજણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન હેઠળ શરૂ થયેલું ‘સ્વચ્છ ભારત મિશન’ આજે એક રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન બની ચૂક્યું છે. સાંસદ શ્રી એ આપણી આસપાસનો વિસ્તાર, બાગ-બગીચા, ધાર્મિક સ્થળ કે કોઈ પણ જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કર્યુ હતું.

‘સ્વચ્છતા હી સેવા’ ની એક માસની ઉજવણી અન્વયે ‘એક તારીખ, એક કલાક’ મહાશ્રમદાન સૂત્ર સાથે મેગા સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે દાહોદ જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મહા શ્રમદાન પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. આ અભિયાનને સફળ બનાવવા તમામ તાલુકાઓમાં ધારાસભ્યો, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો જોડાયા હતા. 

સાંસદ શ્રી સાથે લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ ભાભોર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ,તાલુકા પંચાયત ના સભ્ય શ્રીઓ, અગ્રણી શ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મીતેશભાઈ વસાવા સહિત ભમરેચી માતાના મંદિરને સ્વચ્છ બનાવવા શ્રમદાન કર્યું હતું.