આજ રોજ હિંમતનગર તાલુકા/શહેર કોંગ્રેસના આગેવાનોએ હડતાલ પર ઉતરેલા તલાટી કમ મંત્રીઓની મહાકાલી મંદિર, હિંમતનગર ખાતે મળ્યા હતા. જેમની માંગણીઓ ઘ્યાને લઇ તેમને સમર્થન આપેલ છે. અને ગ્રામ્ય કક્ષાએ સામાન્ય માણસને દાખલા કઢાવવા,૭-૧૨ ના ઉતારા જેવા વિવિધ દાખલાઓ માટે હાલાકી ભોગવી રહ્યા છે જેથી સરકાર તલાટી કમ-મંત્રીશ્રીઓની માંગણીઓને નિરાકરણ લાવી સામાન્ય પ્રજાને પડતી હાલાકી જલ્દીથી દૂર કરવામાં આવી એવી હિંમતનગર કોંગ્રેસ પક્ષની સરકાર સમક્ષ માગણી કરેલ છે.જેમાં હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ, તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ,પૂર્વ ઉમેદવાર કમલેશભાઈ પટેલ, વિપક્ષ નેતા અજમેલસિંહ, પોપટભાઈ, મહેશભાઈ, ગિરીશભાઈ, મુકેશભાઈ,મુદસ્સરભાઇ, કુમાર ભાટ સમેત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.