હાલોલ નગર ખાતે આજે શુક્રવારના ઇસ્લામ ધર્મના સ્થાપક અને મુસ્લિમોના મહાન પેગંબર હજરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ની યાદમાં અને માન સન્માનમાં મનાવવામાં આવતા ઈદે મિલાદ પાવન પર્વને લઈને નગરના રાજમાર્ગો પર પર ભવ્ય જુલૂસ યોજાશે જેમાં ઈદે-મિલાદ ભવ્ય જુલુશને લઈને મુસ્લિમોમાં અનોખો થનગનાટ અને ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ટાઉન પોલીસ પણ ઈદે મિલાદના જુલુસને અનુલક્ષીને સજ્જ થયું છે અને નગર ખાતે ઈદે મિલાદનું ભવ્ય જુલુસ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં કોમી ભાઈચારાની ભાવના વચ્ચે યોજાય અને જુલુસ દરમ્યાન સમગ્ર નગરમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે હાલોલ ટાઉન પોલીસે તમામ પ્રકારની આગોતરી તૈયારીઓ આદરી છે જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ કે.એ.ચૌધરીની આગેવાનીમાં ઈદે મિલાદના ભવ્ય જુલુસને અનુલક્ષીને ત્રણ પીએસઆઇ, 47 મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓ, 39 એસઆરપી જવાનો અને 20 હોમગાર્ડ તેમજ 25 જીઆરડીના કર્મચારીઓને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્તમાં મુકાયા છે જેમાં જુલુસના રૂટ પર તેમજ ઠેર ઠેર બંદોબસ્ત માટે ખડેપગે તૈનાત રેહનાર પોલીસ કર્મચારીઓને પોતાના પોઇન્ટ અને રૂટ સોંપવાની કામગીરી હાલોલ ટાઉન પોલીસ મથકેથી હાથ ધરાઈ હતી જેમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીને અનુલક્ષીને પોલીસ કર્મચારીઓને વોકીટોકી તેમજ 20થી વધુ બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરી સમગ્ર જુલુસના રૂટ સહિત ખૂણે ખાચરે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને સમગ્ર પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જુલુસ દરમ્યાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની જાળવણી સાથે જુલૂસ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.