હાલોલ નગર ખાતે આજે અનંત ચતુર્દશીના પાવન દિવસ એટલે કે ગણેશ વિસર્જનને અનુલક્ષીને નગર ખાતે ગણેશ વિસર્જન સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં કોમી ભાઇચારાની ભાવના સાથે અને કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતીની જાળવણી સાથે ઉજવાય તેને લઈને નગરના તમામ રાજમાર્ગો પર આજે પોલીસ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડ અને હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌધરીની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ તેમજ અનેક મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓ એસઆરપી જવાન હોમગાર્ડ જીઆઇડી તેમજ ટીઆરબી ગાર્ડ સહિત જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત વિવિધ પોલીસ એજન્સીઓના પોલીસ કર્મચારીઓ આજે સવારથી નગરના તમામ વિસ્તારો,ફળિયાઓ,સોસાયટીઓ ગલી, મોહલ્લાઓ તેમજ જાહેર માર્ગો પર ખડેપગે તૈનાત થઈ કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની જાળવણી માટે અડીખમ ઊભા રહેલા જોવા મળી રહ્યા છે જેમાં ઠેર ઠેર કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાના શરીરે બોડી વોર્ન કેમેરા સાથે નગરના તમામ ખૂણે ખાચરે ચાંપતી બાજ નજર રાખી રહ્યા છે જ્યારે આજે ગણેશ વિસર્જનને અનુલક્ષીને નગરમાંથી પસાર થતા તમામ ભારદારી વાહનો એસ.ટી. બસો સહિતના મોટા વાહનોને નગરની બહાર આવેલા તમામ બાયપાસ રોડ ખાતેથી ડાયવર્ઝન આપી જિલ્લા કલેક્ટરના જાહેરનામા અંતર્ગત નગરમાં પ્રવેશતા પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે જેને લઇને તમામ બાયપાસ રોડ પર પોલીસના કર્મચારીઓ ખડે પગે ઉભા રહી ટ્રાફિક વ્યવસ્થાને કંટ્રોલ કરતા નજરે પડી રહ્યા છે જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સમગ્ર નગર ખાતે શ્રીજીની સવારીના રૂટ સતત પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે જેને લઈને આજે સમગ્ર હાલોલ નગર પોલીસ છાવણીમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે.