વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે 2.30 કલાકે તેઓ એરપોર્ટ પર આવી પહોંચશે. તેઓ સાંજે એવી શક્યતાઓ હતી પરંતુ તેઓ બપોરના 2.30 કલાકે એરપોર્ટ પણ ઉતરશે. ત્યાંજ તેઓ સરકાર અને સંગઠન સાથે બેઠક કરશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 5 વાગ્યા સુઘી બેઠક ચાલશે. જેમાં ખાસ કરીને આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચર્ચા વિચારણા કરવામાં આવશે. વડાપ્રધાનના આગમન પહેલા સીએમ અને સીઆર પાટીલ સહીતના નેતાઓ એરપોર્ટ પર પહોંચશે.
વડાપ્રધાન દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખી આ મહત્વની બેઠક કહી શકાય. સાંજે 5.30 કલાક આસપાસ રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ખાદી ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસે તેમનો ભૂજનો કાર્યક્રમ યોજાશે.: PMનો બે દિવસો વિગતવાર આ છે ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન આજે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે આવતી કાલે સવારે ૧૦.૦૦ કલાકે કચ્છના ભુજ ખાતે પ્રધાનમંત્રીના હસ્તે સ્મૃતિ વન મેમોરિયલનું લોકાર્પણ કરાશે સવારે ૧૧:૩૦ કલાકે શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે PM દ્વારા ભુજ ખાતે વિવિધ વિકાસના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તથા રાષ્ટ્રાર્પણ કરશે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે ૫.૦૦ કલાકે ભારતમાં સુઝુકીની ૪૦ વર્ષની સ્મૃતિમાં યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં પણ હાજરી આપશે. અંદાજે સાંજે ૬.૪૦ કલાકે દિલ્હી જવા રવાના થશે