સાયલાના વતની અને વેપારી અગ્રણીએ પુજારા પરિવારે ભાદરવા મહિનામાં રામકથાનું આયોજન કર્યુ હતું. અને કથા દરમીયાન દાનની રકમ સાયલા મહાજનના અબોલ પશુના ઘાસચારામાં અર્પણ કરીને 15,000 મણ ધાસચારો આપવામાં આવ્યો હતો. ભૂખ્યાને ભોજન અને અબોલ પશુ માટે એમ્બયુલનસનું દાન આપનાર સાયલાના વતનની સાર્થકતાનું સાથે પુજારા પરિવાર ઉદાહરણ બન્યા છે.ભાદરવા મહિનામાં પોતાના પિતૃઓના મોક્ષાર્થે ભાગવતકથાનું આયોજન જોવા મળે છે.ત્યારે સાયલાના વતની અને વેપારી અગ્રણીએ અબોલ પશુઓના ધાસચારાની નેમ સાથે પિતૃદેવના નિતાંત સુખાયને ચરિતાર્થ સાથે સુરેન્દ્રનગરના લોહાણા સમાનજી વાડીમાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યુ અને તમામ દાનની રકમ સાયલા મહાજનના અબોલ પશુના ધાસચારામાં અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. અને સોમવારના કથા વિરામ દરમીયાન કરીને 15,000 મણ ધાસચારો 9 લાખની માતબર રકમ આપવામાં આવ્યો હતો.રામકથાના વકતા પુ.વિષ્ણુબાપુ દાણીધારીયાએ ભૂખ્યાને ભોજન, અને કાગળો, કચરો ખાતા અબોલ પશુઓની નિ:સ્વાર્થ1 સેવા, ધાસચારો, પાણી વ્યવસ્થા કલીયુગમાં અતિ મહત્વ બતાવ્યું હતું રામકથાના આયોજક ગીરીશભાઇ રામજીભાઇ પુજારા અને તેમના પરિવારે તમામ દાની રકમનો અબોલ પશુઓ માટે ઘાસચારો અર્પણ કરીને પિતૃશ્રાધ્ધ સાથે રામકથાને સાર્થક કરી હતી.સોમવારના રોજ કથા વિરામ સમયે સાયલા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી જીતુભાઇ શાહ, દિલીપભાઇ ઘીવાળા, ધીરુભાઇ શાહ, જયંતિભાઇ ભાવસાર સહિત ઉપસ્થીત રહીને જીવદયા પ્રેમીઓને સન્માનીત કર્યા હતા અને વતનને આજે પણ ભુલી ન શકનાર પુજારા પ્રફુલભાઇ, રાજુભાઇ અને ગીરીશભાઇના પરિવારે સાયલા મહાજનમાં અનામિ બનીને માતબર રકમનું દાન આપીને સાયલા વતન અને અબોલ પશુ માટેની જીવદયાની સાર્થકતાનું ઉદાહરણ બન્યા છે.