હાલોલ નગર ખાતે આવતીકાલે 28 મી સપ્ટેમ્બરે યોજાનાર ભવ્ય ગણેશ વિસર્જન અને 29 મી સપ્ટેમ્બર યોજાનાર ઈદે-મિલાદના ભવ્ય જુલુસને અનુલક્ષીને હાલોલ નગર ખાતે કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતી જળવાયેલી રહે તેમજ બન્ને તહેવારો ભારે ધામધૂમથી ભવ્યતા સાથે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી ભાઈચારાની ભાવના વચ્ચે રંગેચંગે યોજાય તેને અનુલક્ષીને આજરોજ હાલોલ ટાઉન પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં આવતીકાલે યોજાનાર ભવ્ય ગણેશ વિસર્જનને અનુલક્ષીને ગણેશ વિસર્જન માટે નીકળનારી ગણેશજીની સવારીના રૂટને લઈને તેમજ વિવિધ વ્યવસ્થાઓને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જ્યારે મિલાદના પર્વને અનુલક્ષીને 29 મી સપ્ટેમ્બરે યોજાનાર ભવ્ય જુલુસને લઈને પણ ઉપસ્થિત અગ્રણીઓ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌધરીએ વિવિધ ચર્ચા વિચારણાઓ કરી હતી જેમાં આ પ્રસંગે ઉપસ્થિત રહેલા હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બન્ને તહેવારોને અનુલક્ષીને ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.ચૌધરીએ અલગ અલગ વ્યવસ્થાઓ તેમજ કાયદો વ્યવસ્થા સુરક્ષા સલામતી સહિતના વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી જરૂરી સલાહ સૂચનોની આપ-લે કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.