ભટાસણ ગામના મંદિરના ટ્રસ્ટ એવા શ્રી વારાહી સેવા ટ્રસ્ટ દ્વારા હાલમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશેરાના દિવસનું ગામમાં અનોખુ મહત્વ છે, દશેરાના દિવસે અમદાવાદથી પદયાત્રિકો ભટાસણ રથ લઈને પહોંચે છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા રથનું સામૈયુ કરીને માતાજીના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના સમસ્ત ગ્રામજનો દ્વારા તથા આરતી પૂજા કરવામાં આવે છે અને રાત્રે માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સેંકડો બહેનો પારંપરિક રીતે ગરબા ની મજા માણી હતી, જેમાં દરેક બહેનો માથે માટીનો ગરબો ઉપાડી ને ગરબે ઘૂમ્યા હતા. બહેનો ના ગરબા પછી ભાઈઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.