કામરેજ વિધાનસભામાં સમાવિષ્ટ સમ્રાટ અશોક શાળા ખાતે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ઉત્સાહભેર આવકાર્યા

કામરેજ વિધાનસભામાં સમાવિષ્ટ સમ્રાટ અશોક શાળા, સીમાડા ખાતે આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ઉત્સાહભેર આવકારતા ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયા

     વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ મંજુર થયા બાદ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામરેજ વિધાનસભામાં સમાવિષ્ટ સમ્રાટ અશોક શાળા, સીમાડા ખાતે આજે વિદ્યાર્થીઓનો શાળામાં પ્રથમ દિવસ હતો

 ત્યારે આજરોજ ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયા શાળા ખાતે હાજર રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ ભેર આવકાર્યા અને પ્રેરક ઉદબોધન કર્યું હતું

          આ અવસરે ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ઘોઘારી, એસ.ડી.સી.એ. ના સભ્ય શ્રી મનીષભાઈ કાપડિયા, સેનેટ સભ્ય શ્રી ગણપતભાઈ ધામેલીયા, શ્રી અમિતભાઇ નાથાણી, શિક્ષણ સમિતિના સભ્ય શ્રી વિનોદભાઈ ગજેરા, શ્રી કાંતિભાઈ ચાંદગઢિયા, શ્રી ચીમનભાઈ વોરા, શ્રી ભરતભાઈ ગલાણી, કોલેજના આચાર્ય શ્રી ભદ્રેશભાઈ પરમાર તથા સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતાઅને સાથે જ ધારાસભ્યશ્રીઓ શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી કુમારભાઈ કાનાણી, શ્રી પ્રવિણભાઈ ઘોઘારી, શ્રી કાંતિભાઈ બલર ના સહિયારા પ્રયાસથી મંજુર થયેલ આ સરકારી સાયન્સ કોલેજમાં 75 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું અને આજથી અભ્યાસ ચાલુ કર્યો તે તમામને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી