રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ પંચમહાલ દ્વારા કાલોલ તાલુકાની નવીન મા અને ઉ.મા કારોબારી ટીમ ની રચના કરવામાં આવી.

  *કાલોલ તાલુકાની કે કે હાઇસ્કુલ માં સભા‌ યોજાઇ* 

 *કાલોલ તાલુકાના કારોબારી મા 55 થી વધારે સારસ્વત મિત્રો ની હાજરી* 

તારીખ ૨૪/૯/૨૦૨૩

આજરોજ કાલોલ તાલુકાની વેજલપુર કે કે હાઇસ્કુલના પટાંગણમાં કાલોલ તાલુકાની નવીન કારોબારી ટીમની રચના કરવામાં આવી. જેમાં અધ્યક્ષ સ્થાને આચાર્ય સંવર્ગના પ્રાંત અધ્યક્ષ જીગ્નેશભાઈ શાહની વર્ણી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના આચાર્ય સંવર્ગના અધ્યક્ષ મેહુલભાઈ સેવક અને મહામંત્રી ડી એમ ચૌહાણ તથા અધ્યક્ષ જિતેન્દ્ર ઠાકર.ઉ.મા અધ્યક્ષ મોહન ચારેલ તથા એમ.જી.એસ સ્કૂલમાંથી પધારેલ વિજયસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં આજની આ નવીન તાલુકા કારોબારીની રચના કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાની આરાધનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ પંચમહાલ જિલ્લા માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ જીતેન્દ્ર ઠાકર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું અને તાલુકામાંથી પધારેલ શિક્ષક મિત્રોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું.મેહુલભાઈ સેવક સંઘ પરિચય વિશે માર્ગદર્શન આપ્યું હતું.ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ મોહનભાઈ ચારેલ દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત અને પડતર પ્રશ્નો વિશેની છણાવટ કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોનો પ્રાણ પ્રશ્ન કહી શકાય તેવો ઓપીએસ નો મુદ્દો, નવ નિયુક્ત કર્મચારી મિત્રો માટે બદલીનો મુદ્દો જેવા વિવિધ પ્રશ્નો ઉપર પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. જીતેન્દ્ર ઠાકર દ્વારા સંઘની પ્રણાલી અને સંઘ કઈ રીતે કામ કરે છે તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અંતરિયાળ એરિયા સુધી, છેવાડાના શિક્ષક સુધી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની વિચારધારા પહોંચે અને જિલ્લાના તમામ શિક્ષક મિત્રો શૈક્ષિક મહાસંઘમાં જોડાઈ તેવું આહવાન કર્યું હતું. ત્યારબાદ અધ્યક્ષ તરીકે જેમની આજના કાર્યક્રમમાં વર્ણી કરવામાં આવી હતી તેવા આચાર્ય સંવર્ગના પ્રાંતના અધ્યક્ષ જીગ્નેશભાઈ શાહે સંગઠન દ્વારા જે પ્રાણ પ્રશ્નો નો ઉકેલ આવ્યો છે તેની ચર્ચા કરવામાં આવી અને હવે પછીના જે કાંઈ પણ પ્રશ્નો બાકી છે તેનું પણ સુખદ પરિણામ રાજ્યને મળે તેવા તમામ પ્રયત્નો એકમાત્ર રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ જ કરી શકશે તેવું માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું હતું. ઓ પી એસ અને નવનિયુક્ત શિક્ષક મિત્રોના બદલી નો પ્રશ્ન પણ આપણા સંગઠન દ્વારા જ સફળતા મળશે તેવું તેમને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.