પાલનપુરના રાજપુર ગામે આવેલ 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ભાગળ ગામના વીજ કર્મીને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. વીજ કર્મીનું મોત નીપજતા વીજ વિભાગમાં શોકનો માહોલ છવાયો હતો.
પાલનપુરના ભાગળ ગામના કાંતિભાઈ ગણેશભાઈ પ્રજાપતિ જીઈબીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા. શુક્રવારે રાજપુર ગામે આવેલ 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરી રહ્યા હતા.
ત્યારે વીજ લાઈનની કામગીરી દરમિયાન વીજ કર્મીને અચાનક વીજ કરંટ લાગતાં તેમનું મોત નિપજ્યું હતું. કામગીરી દરમિયાન વીજ કર્મીનું મોત નિપજતા ભાગળ ગામમાં અને જિલ્લાના વીજ વિભાગમાં શોકનો માહોલ છવાયો હતો.