આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત ભિલોડા હેલ્થ સેન્ટર ખાતે આયુષ્માન હેલ્થ મેળા નું આયોજન કરવામાં આવ્યું. 

    માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી ના ૭૩ મા જન્મદિન ની ઉજવણી ના ભાગરૂપે " આયુષમાન ભવઃ કાર્યક્રમ" અંતર્ગત આજ રોજ આયુષમાન હેલ્થ મેળા " નું આયોજન માનનીય શ્રી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ના માગદર્શન તથા માનનીય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ ભિલોડા ડૉ.વી.સી.ખરાડી ની અધ્યક્ષ હેઠળ પ્રા. આ.કેન્દ્ર કિશનગઢ ના મેડિકલ ઓફિસર દ્વારા તેમના પેટા આરોગ્ય કેન્દ્ર ભિલોડા - ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી અમીત ભાઇ ગઢવી તેમજ તમામ આશા બેનો, ફેસિલેટર બેન વગેરેએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.. તમામ લાભાર્થી નુ બી. પી, ડાયાબીટીસ, આંખ ની તપાસ કોટેજ હોસ્પીટલ ના ડૉ.પ્રિયાબેન જોશિયારા મેડમ દ્રારા, સિકલસેલ તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભિલોડા SBCC ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.