ડીસા તાલુકાના જૂનાડીસા ગામની અંદર ડીસા-વાસણા રોડ પર અલ્મિફતાહ રોડ પર જતા જીજે-એફ-5751 નંબરનું બાઇક ત્રણ દિવસથી બિનવારસી હાલતમાં પડ્યું હોય તેવું રાહદારી દ્વારા જાણવા મળ્યું હતું. જેની જાણ જાગૃત નાગરીકને થતાં આ બાઇક તપાસ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ બાઇકને ડીસા તાલુકા પોલીસ લઈ જઈ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે ડીસા તાલુકા પોલીસના જુનાડીસાના જમાદાર ભરતભાઈ પુનડીયા અને પ્રહલાદભાઈ રાવળએ વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે 18 સપ્ટેમ્બર-2023ના રાત્રિ દરમિયાન બાઇક બાદરપુરા ગામમાંથી ચોરાયું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં બાઇકના માલિક ધર્મેન્દ્રકુમાર બાબુજી ઠાકોર (રહે.સિધ્ધપુર) હોય તેવું વાહન વ્યવહાર કચેરી દ્વારા જાણવા મળ્યું હતું. જેની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસે હાથ ધરી હતી.