જેસર તાલુકાના પીપરડી-રાણીગામ જતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે , ગામના લોકો અત્યંત પરેશાનીનો સામનો કરી રહ્યા છે
જેસર તાલુકાના પીપરડી, રાણીગામ જતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે , ગામના લોકો અત્યંત પરેશાનીનો સામનો કરી રહ્યા છે , અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય અનેક અકસ્માત અને ઈમરજન્સી સેવા જરૂરિયાત સમયે પણ હાલાકી ભોગવી રહ્યા છે ગ્રામજનો રોડ બનાવવા ઉગ્ર આક્રોશ સાથે માંગ જેસર તાલુકા સાથે જોડતો પીપરડી, રાણીગામ ગામોમાં અને ખેડુતોને વાડીઓમાં જવા માટે નો એકમાત્ર મુખ્ય માર્ગ જે અતિ બિસ્માર છે હાલ ચોમાસાની ઋતુમાં ઠેરઠેર ખાડાઓમાં કાદવ-કીચડ વચ્ચે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે આવા બિસ્માર રોડને કારણે ઘણાં વર્ષથી લોકો પરેશાન છે રોડનું કામ ઘણાં સમયથી અધુરું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું અવાર નવાર અનેક અકસ્માતો સર્જાય ચૂક્યા છે , અહીં રોડની હાલત એટલી ખરાબ છે કે વાહનોમાં મસમોટુ નુકસાન થાય છે પ્રસૂતિ સહિત આરોગ્યની ઈમર્જન્સી સેવામાં ગ્રામજનો ને હાલાકી ભોગવવી પડે છે ગ્રામજનો દ્વારા અનેક વાર રજૂઆત છતા પણ તંત્ર ના પેટનું પાણી નહીં હલતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે
ગ્રામજનોની વહેલી તકે રસ્તો બનાવવા માટેની માંગ ઉઠી છે અન્યથા ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.