ડીસામાં સાર્વજનિક ગણેશોત્સવનું મોટાપાયે આયોજન થાય છે. આ વખતે ડીસામાં 250 કરતાં પણ વધુ સ્થળોએ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇકોફ્રેન્ડલી પ્રતિમાની વધુ સ્થાપના થઇ છે.

ડીસામાં શ્રી ગણેશ ઉત્સવની છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ ચાલતી હતી. આ વર્ષે ઇકોફ્રેન્ડલી પ્રતિમાનો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ઇકોફ્રેન્ડલી પ્રતિમા શહેરના મોટાભાગના પંડાલોમાં સ્થાપિત થઇ છે. આ વર્ષે સમગ્ર ડીસામાં 250 કરતાં વધુ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ડીસામાં ગણેશ મંડળો દ્વારા દરરોજ મહા આરતી ઉપરાંત ભજન સંધ્યા,લોકડાયરા, દાંડિયા રાસના પણ કાર્યક્રમો યોજાશે.ડીસામાં સાર્વજનીક ગણેશોત્સવમાં આઠ દિવસ સુધી ભક્તિસભર કાર્યક્રમો યોજાયા બાદ ગણેશ વિસર્જનની વિધિ પણ સામુહિક રીતે જલ ઝિલણી અગિયારસના દિને બનાસ નદીમાં થશે. આ દિવસે શહેરમાં વિશાળ શોભાયાત્રા નીકળશે.