ડીસામાં વરસાદી માહોલ વચ્ચે પોલીસે સતત બીજા દિવસે દારૂની હેરાફેરી કરતા બુટેગરો પર તવાઈ વરસાવી છે અને બનાસ નદીના પુલ પરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂ ભરેલી ઇનોવા કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બનાસકાંઠાની બોર્ડર સલામત હોવાનું બુટલેગરોનુ માનવું છે. જેથી બનાસકાંઠાની બોર્ડર પરથી બિન્દાસ ગુજરાતમાં દારૂ ઠલવાઇ રહ્યો છે. તો બિજી તરફ પોલીસ પણ બુટલેગરોની આ માનસિકતાને તોડવા સતત સતર્ક રહે છે.
ગઈકાલે ડીસા પાસે બનાસ નદીના પુલ પરથી એક ઇનોવા ગાડીમાં દારૂ આવતો હોવાની બાતમી મળતા સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ જે.ડી બારોટ અને તેમની ટીમે બાતમી વાળી ગાડીને ઝડપી પાડતા તેમાંથી 747 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂ, રોડક તેમજ મોબાઈલ મળી રૂપિયા 18.33 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂની હેરાફેરી કરનાર ગાડી ચાલક અને સાવરામ હમીરારામ દેવાસી (રહે રેસખારવા ગુંડામલાણી, રાજસ્થાન) તેમજ રામનીવાસ જયરામ બિશ્નોઈ (રહે પૂર સાંચોર, રાજસ્થાન)ને ઝડપી પાડયા છે.
જ્યારે સુરેશ કૃષ્ણરામ બિશ્નોઈ,(રહે કરવડા ભીનમાલ રાજસ્થાન) છોટુ ઉર્ફ ખેંગારામ બાલવતારામ બિશ્નોઈ (રહે ભાડી જાલોર રાજસ્થાન) તેમજ ભજનલાલ બિશ્નોઈ (રહે બિધાણી સાંચોર, રાજસ્થાન) અને બાદલસિંહ વાઘેલા ( રહે રામનગર દાંતીવાડા ) ફરાર હોઈ કુલ 6 શખ્સો સામે ગુન્હો નોંધી ડીસા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.