ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ઘરે બેઠા ફરીયાદ કરી શકે તે માટે સીટીજન પોર્ટલ અથવા સીટીજન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા E-tir ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ હોય.
જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી E-fi અન્વયે સૂચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ હોય.
અમરેલી જીલ્લામાં E-fir થી દાખલ થયેલા ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી નાગરીકોના ચોરાયેલા વાહનો તથા મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે સદરહુ ગુન્હાની તપાસ હાથ ધરવામાં આવેલ હોય.
અને તા.૧૯/૦૪/૨૦૨૩ ના રોજ અમરેલી લાઠી રોડ રેલ્વે ફાટક પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની અંગજડતી કરતા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમને ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
ઉમેશભાઇ ગભરૂભાઇ જાદવ ઉ.વ.૩૯, ધંધો.સેન્ટીંગકામ, રહે.અમરેલી બ્રાહ્મણ સોસાયટી તા.જી.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલ ની વિગતઃ-
એક રેડમી કંપનીનો 9A મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ જેની કી.રૂ.૭,૦૦૦/- જે આરોપી પાસેથી રીકવર કરેલ છે.
આમ, આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. ડી.વી.પ્રસાદ તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમના હેડ કોન્સ. દિનેશભાઇ વિનુભાઇ તથા પો.કોન્સ જગદીશભાઇ સાદુળભાઇ તથા રાજુભાઇ દકુભાઇ તથા ધવલભાઇ દિલીપભાઇ તથા ચિરાગભાઇ કાળુભાઇ તથા વનરાજભાઇ વલકુભાઇ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.