માંગરોળ ખાતે જૂનાગઢ જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી યોજાઈ, બેરોજગારી વિરુદ્ધ રેલી યોજાઈ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી મિટિંગ યોજાઈ હતી અને સાથે બેરોજગારી ના વિરુદ્ધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
માંગરોળ ખાતે યીજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલ સિંહ ચુડાસમા, પ્રભારી રાજેશ સિંહએ હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગાર દિવસ તરીકે કરવામાં આવે છે જેને લઈ જેલ ઝાપા થી લીમડા ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોજગારી આપોના નારા ઓ લગાવામાં આવ્યા હતા..
હાજર આગેવાનો દ્વારા ભાજપની નીતિનો વિરોધ કરી સરકારને આડે હાથ લીધી હતી અને આવનારી લોકસભા માટે તૈયાર રહેવા અપીલ કરી હતી..
યુથ જોડો બુથ જોડો અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમના પરદેશ હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો, તમામ વિધાનસભા પ્રમુખો, સહિત જિલ્લા કોંગેસ પ્રમુખ ભરત અમીપરા, પરદેશ ઉપ્રમુખ હીરા ભાઈ જોટવા, પૂર્વ ધારાસભ્ય બાબુ ભાઈ વાજા, શહેર કોંગ્રેસ પ્રમુખ હારુન જેઠવા સહિત વિવિધ સેલ મહિલા કોંગ્રેસ, એન એસ યુ આઈ, લઘુમતી સેલના હોદ્દેદારો એ હાજરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન જૂનાગઢ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ કાસીબ શમાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું..
અહેવાલ વસીમખાન બેલીમ માંગરોળ