ઊનાના વિદ્યાનગર વિસ્તારમાં કમલેશભાઈ સેવકરામ જેઠવાણીના માલિકાના મકાનમાં બે ભાડુઆત રહેતા હોય જેમાં ગુલાબભાઈ હોતચંદ જેઠવાણી તેમજ અશોકભાઈ મકાનમાં રૂમમાંથી અંદર કોઈ કારણોસર ધુમાડા નિકળતા ગભરાઈ ગયા હતા. અને જોતજોતામાં આગ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. આગની જાણ મકાન માલિકને થતા ઊના પાલિકા પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રેશ જોષીને જાણ કરતા તાત્કાલીક પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી જેથી ફાયરની ટીમના જયેશભાઈ, રોહિતભાઈ, નાનજીભાઈ, રમેશભાઈ, દિપકભાઇ સહિતેતાત્કાલીક પહોંચી પાણીનો મારો ચલાવી 2 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જો કે, પાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રેશ જોષી સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. આ બનાવમાં બે મકાન માલિકની ઘર વખરી સહિત તમામ ચીજવસ્તુઓ બાળીને ખાક થઈ જતાં ભારે નુકસાની થઈ છે. અને આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. તેમજ આગનું કારણ અકબંધ રહ્યુ હોય કઈ રીતે આગ લગી તે અંગે જાણવા મળેલ નથી
ઊના શહેરમાં 2 રહેણાંક મકાનમાં આગ, ઘરવખરી સહિત ચીજવસ્તુ બળીને ખાક .. નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ કાબૂમાં લેવાઈ, જાનહાનિ ટળી
