ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GEMI) ગાંધીનગર દ્વારા વર્કશોપ ઓન મેકિંગ ઇકો ફ્રેન્ડલી ગણેશ આયડોલ નું આયોજન કરવામાં આવ્યું. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )  જેમાં દાહોદના આંત.રાષ્ટ્રીય ચિત્રકાર અને મુર્તિકાર્ કિશોર રાજહંસ અને વી ઈવન્ટ્સ પ્રાકૃતિક ગણેશ નાં સ્થાપક વિરાંગ રાજહંસ અને તેમની ટીમ ને આજ ની પેઢી નાં યુવાનો ની લાઈફ સ્ટાઈલ માં પર્યાવરણનાં જતન અને રક્ષણ માટે ગણેશોત્સવ પર્વમાં ઘરે જ પ્રાકૃતિક માટીના ગણેશ નું સર્જન - સ્થાપન - વિસર્જન કરી pop ni મૂર્તિ થી પાણી જન્ય જીવો અને વનસ્પતિ ને નષ્ટ થતી બચાવવા નાં લોક જાગૃતિ નાં કાર્ય માટે આમંત્રિત કર્યા હતા. આ વર્કશોપ ની શરૂઆત માં મૂર્તિકાર વિરાંગ રાજહંસે પ્રાકૃતિક માટી ની ગણેશજી ની મુર્તિ નાં સર્જન અને વિસર્જન પાછળ પૌરાણિક અને વૈજ્ઞાનિક તારણો સાથે પર્વ અને ત્યોહારો દ્વારા પ્રકૃતિ સાથે સંસ્કૃતિ નાં જતન ની સુંદર રજૂઆત કરી હતી. તેમજ તેઓ અને તેમનાં ટીમ નાં કલાકારો દ્વારા માટી થી તબક્કા વાર વિવિઘ શૈલી માં મૂર્તિ નું સરળ રીતે સુંદર સર્જન કરી બતાવી સૌનું માર્ગદર્શન કર્યું હતું. જ્યારે સૌ યુવા પર્યાવરણ રક્ષકો એ ખુબજ ભાવ અને તન્મયતા થી શીખવાનો આનંદ લીધો હતો.

GEMI સંસ્થા નાં વડા એ વિરાંગ રાજહંસ પરિવાર વર્ષો થી હજારો બાળકો અને યુવા લોકો ને તાલીમ આપી માટી નાં ગણપતિ ને ઘેર ઘેર સ્થાપના કરી " પ્રકૃતિ નું જતન, એ જ સાચી ભક્તિ અને સાચો ધર્મ" ને સાર્થક કરી રહ્યા છે.તેમની આ અવિરત સેવા ને બિરદાવી તેમની પુરી ટીમ ને માન સન્માન સાથે શુભેચ્છા પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.

સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો

રાજ કાપડિયા 9879106469