અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૩૦૩૫૨/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦ મુજબ તેમજ અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૩૬૬/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના

ગુનાઓના મહિલા આરોપી છેલ્લા ત્રણ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે ચોરીના મુદ્દામાલ સાથે નાસતા ફરતા હોય, તેમજ મજકુર મહિલા આરોપીનું નામ. કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરંટ ઇસ્યુ થયેલ હોય,

મજકુર લીસ્ટેડ મહિલા આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે તા.૧૩/૦૯/૨૦૨૩ નાં રોજ પકડી પાડી, ચોરીમાં ગયેલ સોનાના દાગીનામાંથી બનાવેલ સોનાનો ઢાળીયો રીકવર કરી, પકડાયેલ મહિલા આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે,

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

મનિષાબેન વા/ઓ. મુકેશભાઇ દિનેશભાઇ વાઘેલા, ઉ.વ.૨૫, રહે.મૂળ મહુવા, રેલ્વે સ્ટેશન, વીંટીનગર, ખુલ્લા મેદાનમાં, તા.મહુવા, જિ.ભાવનગર, હાલ રહે.અમરેલી, લાઠી રોડ, ગુરૂદત્ત પેટ્રોલ પંપ પાસે, ફુટપાથ ઉપર, તા.જિ.અમરેલી

રીકવર કરેલ મુદ્દામાલઃ-

બે સોનાના ઢાળીયા, વજન ૨૫.૧૦ ગ્રામ કુલ કિં.રૂ.૧,૮૩,૨૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા, ભગવાનભાઇ ભીલ, તથા પો.હેડ કોન્સ. કિશનભાઈ આસોદરીયા, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી, દયાબેન જસાણી તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, રાહુલભાઇ ઢાપા, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.