પાવીજેતપુરના ભારજના પુલ ઉપર ચાલતા લોડ ટેસ્ટિંગમાં આજે ટ્રકનો લોડ અપાયો

           પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદીના પુલ ઉપર લોડ ટેસ્ટિંગ ચાલી રહ્યુ છે તેમાં આજે ટ્રકનો લોડ આપી ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. 

           પાવીજેતપુર નો ભારજ નદીના પુલ ઉપર થી ટુ વ્હીલર તેમજ ફોરવીલર વાહનો પસાર કરી શકાય કે નહીં ? તે માટે લોડ ટેસ્ટીંગની કાર્યવાહી ચાલી રહી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલતી લોડ ટેસ્ટીંગની પ્રક્રિયામાં આજે પુલ ઉપર ટ્રક ઉભી રાખી ટ્રકનો લોડ આપી લોર્ડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એના નિયમ પ્રમાણે સફેદ પટ્ટા મારી લેઝર કિરણોથ મશીન દ્વારા પાડી તેમજ પુલ ઉપર ટ્રક ઉભી રાખી લોડ આપી ચેક કરવામાં આવી રહ્યું છે જેનું રીડિંગ નોંધી ગાંધીનગર ખાતે રિપોર્ટ કરવામાં આવશે જે નિષ્ણાતો, ડિઝાઇન સ્ટ્રકચર વાળા બરાબર ચેક કરી ઉપરથી જે પ્રમાણેનો નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવનાર છે. 

      આમ, પાવીજેતપુરના ભારતજ નદીના પુલ ઉપર ચાલી રહેલા લોડ ટેસ્ટીંગમાં આજે ટ્રકનો લોડ આપી લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા હજુ પાંચ થી છ દિવસ ચાલશે ત્યાર પછી ઉચ્ચ અધિકારીઓ આનો કોઈ નક્કર નિર્ણય લેશે તેમ સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું.