DEESA // ડીસા ધાનેરા રોડ ઉપર આવેલ મહાકાળી હોટલમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો..

બનાસકાંઠા એલસીબી ની ટીમ મંગળવારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે ડીસા ના ધાનેરા રોડ ઉપર આખોલ ગામ પાસે આવેલ મહાકાળી હોટલમાં દારૂ અને બિયર નું વેચાણ થાય છે, જેથી એલસીબી પોલીસ ની ટીમે સ્થળ ઉપર જઇ મહાકાળી હોટલમાં રેડ કરતા અંદર થી દારૂ અને બિયર ની 349 બોટલ મળી આવી હતી..

પોલીસે રૂપિયા 40,610 નો દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી મહેશજી ઉર્ફે હકો કાળુજી કુકડીયા ઠાકોર (રહે આખોલ મોટી, તાલુકા ડીસા) ની અટકાયત કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો એક ગાડીનો ચાલક આપી ગયો હોવાની કબુલાત કરતા પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..