જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કવિતાબેન બારીયના સહિત ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતા તરીકેના હોદ્દેદારોનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની લોકશાહી ઢબે ચુંટણી યોજવાની પ્રક્રિયા કરવામાં આવી હતી  જેમાં નવા પ્રમુખ તરીકે લાલસીંગભાઈ બારીયાના ઉપપ્રમુખ તરીકે હેમલીબેન રાઠવા તથા કારોબારી ચેરમેન તરીકે શકુનાબેન નાયક અને પક્ષના નેતા તરીકે દીપિકા બેન ચૌહાણના નામો પર ભાજપા મોવડી મંડળ દ્વારા પસંદગીની મહોર મારી તેઓના નામના મેન્ડેડ આપવામાં આવ્યા હતા અને ઉમેદવારી પત્રકો ભરાયા હતા જેમાં તેઓની સામે અન્ય એક પણ હરિફ ઉમેદવારે ઉમેદવારી પત્રકો ન ભરતા તમામ હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા હતા  આ પ્રસંગે તાલુકા પંચાયત કચેરી ખાતેના હોલમાં મેન્ડેટ લઈને આવનાર જિલ્લા ભાજપા મહામંત્રી કુલદીપ સિંહ સોલંકી તેમજ જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ જાંબુઘોડા ભાજપા મંડળના અનેક હોદ્દેદારો તથા ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બિનહરીફ જાહેર થયેલા પ્રમુખ લાલસીંગભાઇ બારીયા,ઉપપ્રમુખ હેમલીબેન રાઠવા,કારોબારી અધ્યક્ષ શકુનાબેન નાયક અને પક્ષના નેતા તરીકે દીપિકાબેન ચૌહાણની વરણી ને આવકારી તમામ હોદ્દેદારોનું ફૂલહાર કરી તેમજ પુષ્પગુચ્છ આપી ઉપસ્થિત મહાનુભવો સહિત સૌ કોઈએ તેમનું સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા જોકે આ તમામ હોદ્દેદારોના નામોની આવતીકાલે સરકારી ધારા ધોરણ મુજબ સત્તાવાર જાહેરાત કરી  જાંબુઘોડા તાલુકા પંચાયતના સત્તાનું સુકાન તેઓને સુપ્રત કરાશે તેવી માહિતી મળવા પામી છે.