ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામના સરપંચ સહિત 5 શખસ દારૂ પીધેલી હાલતમાં લીંબડી પોલીસે ઝડપી પાડ્યા હતા. પાંચેય દારૂડિયા વિરુદ્ધ ગુનો નોંધી તેમની પાસેથી 2.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. લીંબડી નેશનલ હાઈ-વે પર પીએસઆઈ બી.કે.મારૂડા, અજયભાઈ ચિહલા સહિત પોલીસ ટીમ દ્વારા રાત્રી પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે ત્યાં એક કાર ગફલતભરી રીતે હંકારી આવી રહી હતી. પોલીસ ટીમે કારને કોર્ડન કરી ઊભી રખાવી હતી. કારમાં સવાર ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામના સરપંચ રતનસિંહ સોમાભાઈ સારોલા, વાઘજી કુકાભાઈ અઘારા, શંભુ પ્રભુભાઈ સારોલા, રાણાભાઈ વેરશીભાઈ ભગારા, બળદેવ ભાથીભાઈ અઘારા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે પાંચેય શખસો અને કાર સહિત મુદ્દામાલ ઝડપી ફરિયાદ નોંધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kanpur Mayor Pramila Pandey ने गुस्से में इंजीनियर पर फाइल क्यों फेंक दी, Video Viral | Nagar Nigam
Kanpur Mayor Pramila Pandey ने गुस्से में इंजीनियर पर फाइल क्यों फेंक दी, Video Viral | Nagar Nigam
घर का अगला हिस्सा ध्वस्त मकान में घुसा अनियंत्रित होकर ट्रक
जनपद आजमगढ़ के थाना कप्तानगंज में,घर का अगला हिस्सा ध्वस्त मकान में घुसा अनियंत्रित होकर...
ફતેપુરા તાલુકા આદીવાસી સમાજ દ્વારા મુખ્યમંત્રિને સંબોધીને ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આદિવાસી ડોક્ટર ડો.સોનલ પાંડોર નુ કોર્પોરેટર દ્વારા અપમાન કરવા...