પંચમહાલ જિલ્લાના તેમજ હાલોલના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસ મથક વિસ્તારમાંથી પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે પાવાગઢ પોલીસ મથકના પીએસઆઇ આર.જે.જાડેજાએ કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત પાવાગઢ પોલીસ મથકના વિસ્તારોમાં સધન પેટ્રોલિંગ હાથ ધરી આવી પ્રવૃત્તિ કરતા ઈસમો પર ખાનગી રાહે વોચ ગોઢવી બાદમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પીએસઆઇ આર.જે.જાડેજા ને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે ઝબાણ ગામનો અનિલભાઈ પોપટભાઈ રાઠવા અને ભાટ ગામનો વિપુલભાઈ નાગજીભાઈ રાઠવાનાઓ મળી હાલોલ તાલુકાના પાવાગઢ પોલીસ મથકની હદમાં આવેલા સુરા ગામે રણછોડભાઈ મોહનભાઈ રાઠવા તથા તેના છોકરો અજીતભાઈ રણછોડભાઈ રાઠવાનાઓ મળી ઘરમાં તથા સ્કોર્પિયો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઉતારેલ છે જે બાતમીના આધારે પીએસઆઇ આર.જે જાડેજા સહિત પાવાગઢ પોલીસ મથકના કર્મચારીઓની ટીમે સુરા ગામે રણછોડભાઈ રાઠોડ ના ઘરે છાપો મારતા ઘરમાંથી તેમજ સ્કોર્પિયો ગાડીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ ૨૪૨ જેની કિંમત  ૧૦,૮૯,૬૦૦/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે સુરા ગામે અનિલભાઈ બીપીનભાઈ રાઠવાના ઘરે તપાસ હાથ ધરતા તેઓના ઘરેથી પણ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ ૧૫૭ જેની કિંમત ૬,૮૭,૬૦૦/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે રયજીભાઈ નાનાભાઈ રાઠવા ના ઘરેથી પણ પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરતા વિદેશી દારૂની પેટીઓ નંગ ૨૪૦ જેની કિંમત ૯,૬૬,૦૦૦/- રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં પાવાગઢ પોલીસે સુરા ગામે ત્રણેય મકાનો અને સ્કોર્પિયો ગાડીમાંથી કુલ ૬૫૯ નંગ વિદેશી દારૂની પેટીઓ જેમાં ૧૯,૦૩૨ નંગ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જેની કિંમત ૨૭,૪૩,૨૦૦/- રૂપિયાનો વિદેશી દારૂનો કુલ જથ્થો ઝડપી પાડી વિદેશી દારૂ અને સ્કોર્પિયો ગાડી જેની કિંમત ૫,૦૦,૦૦૦/- એક મોબાઇલ મળી કુલ ૩૨,૪૩,૪૦૦/- રૂપિયાના મુદ્દા માલ સાથે સ્થળ પરથી ૨ આરોપીઓ રણછોડભાઈ મોહનભાઈ રાઠવા રયજીભાઈ નાનાભાઈ રાઠવાને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય આરોપીઓ અનિલભાઈ પોપટભાઈ રાઠવા રહે.ઝબાણ તથા વિપુલભાઈ નાગજીભાઈ રાઠવા રહે.ભાટ તથા અજીતભાઈ રણછોડભાઈ રાઠવા,સંજયભાઈ રયજીભાઇ રાઠવા અને અનિલભાઈ બીપીનભાઈ રાઠવા,ત્રણેય રહે.સુરાનાઓની મળી તમામ ૭ આરોપીઓ સામે પાવાગઢ પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી કરી છે અને અન્ય ૫ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं