કેશવકાંત હાઇસ્કૂલ વેજલપુરના વિશાળ મેદાનમાં રમોત્સવની ઉજવણી કરવામાં આવી.આ રમતોત્સવમાં ધોરણ 9 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.રમતોત્સવ કાર્યક્રમનો આરંભ સમૂહપ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં, પાણીમાં ડૂબી જવાથી પોતાનો જીવ ગુમાવનાર બાળકો તથા શિક્ષકોના આત્માની શાંતિ માટે પરમ કૃપાળુ પરમાત્માને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી મૃત્યુ પામેલ સૌના પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી પરમ કૃપાળુ પરમાત્મા સૌ પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ દુઃખદ ઘટનામાં ઈજા પામનાર સૌ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કયો પછી શાળાના વ્યાયામશિક્ષક એચ.કે.પટેલ એ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્ય એ.પી.પંડયાએ રમતનું જીવનમાં સ્થાન' વિશે ટૂંકું મનનીય વક્તવ્ય આપ્યું. મંગલદીપ પ્રકટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો.પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, સિક્કાશોધ, ચંપલશોધ, કૉથળાદોડ, ત્રિપગી દોડ, સંગીતખુરશી, દેડકાદોડ અને લીંબુચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલાં અનેક રમૂજી દશ્યો જોવાની ખૂબ મજા પડી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળાફેંક, ભાલાફેંક, બરછીફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ સૌમાં વ્યાયામશિક્ષક જે.પી.સોલંકી ની રમૂજીરશૈલીમાં આપેલી 'રનિંગ કૉમેન્ટરી'થી વાતાવરણ આનંદથી ઝૂમી ઊઠયું હતું. આ રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો એક દિવસ અગાઉ બાળકોને જાણ કરવામાં આવતા બાળકો નામ લખાવવા અધીરા બન્યા હતા એનો ઉત્સાહ આજે મેદાન પર જોવા મળ્યો. વિવિધ રમતો ની શરૂઆત થી જ બાળકો આનંદ માં આવી બાળકોએ તાળીઓથી એમનો ઉત્સાહ વધાર્યો હતો.શાળાના આચાર્ય એ.પી.પંડ્યા ના માર્ગદર્શન થી બાળકો અને શિક્ષકોનો ઉત્સાહ આજે ખૂબ જોવા મળ્યો હતો..વિવિધ રમતોમાં કબડી,ખો-ખો, ઉંચીકુદ,લાબીકુંદ,દોડ, લોટફૂંકની, રશાખેંચ, ડબ્બાફોડ, સંગીત ખુરશી ,જેરીદડો જેવી રમતોમાં બાળકોએ ભાગ લઈ ખૂબ આનંદ લીધો હતો. સારું પ્રદર્શન કરનાર બાળકોને 1-3 નંબર પણ આપવામાં આવ્યા હતા. સાથે સાથે શિક્ષકો એ પણ વિવિધ રમતો માં ભાગ લઈ બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડયું કાર્યક્રમ ને સફળ બનાવવામાં શાળાના આચાર્યએ તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોનો શાળાના શિક્ષક જે.પી.સોલંકીએ આભાર માન્યો હતો. આચાર્ય ના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યાં. આચાર્યએ સૌને અભિનંદન આપ્યા.અને રાષ્ટ્રગીત બોલી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं