બનાસકાંઠામાં ડીસા પાસે આવેલા પેપળુ ગામમાં એક જ રાતમાં પાંચ મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે રોષે ભરાયેલા ગ્રામજનોએ તાત્કાલિક ચોરને પકડવાની માગ સાથે ભીલડી પોલીસ મથકે રજૂઆત કરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા પાસે આવેલા પેપળુ ગામમાં એક જ રાતમાં તસ્કરોએ પાંચ મંદિરોને નિશાન બનાવ્યા છે. ગામમાં મોટાભાગના લોકો ખેતર પર રહે છે. જેથી ગઈકાલે સાંજે રાબેતા મુજબ લોકો મંદિરમાં પૂજા આરતી કર્યા બાદ મંદિર બંધ કરી પોતાના ઘરે ખેતર પર ચાલ્યા ગયા હતા.

રાતના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરોને ટાર્ગેટ કર્યા હતા અને તમામ મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી દાન પેટીમાં રહેલા પૈસા અને ચાંદીના છત્રની ચોરી કરી ગયા હતા. વહેલી સવારે જ્યારે આ બનાવ અંગે જાણ થતા જ પૂજારી સહિત ગામના લોકો એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે મંદિરના પૂજારી ગ્રામજનોએ તરત જ ભીલડી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

આ અંગે પેપળુ ગામમાં થયેલી ચોરી અંગે આગેવાન પસાભાઇ રબારી અને ભરતભાઇ રબારીએ જણાવ્યું હતું કે, પેપળુ ગામમાં આવેલા પાંચ મંદિરમાં એક સાથે ચોરી થઈ છે. ચોર મંદિરમાંથી દાન પેટીમાં રાખેલા પૈસા અને ચાંદીના છત્રની ચોરી કરી ગયા છે. કોઈ જાણભેદુ વ્યક્તિ જ ચોરી કરી ગયો હોવાની અમને પૂરેપૂરી શંકા છે. જેથી અમે આ અંગે ભીલડી પોલીસને ફરિયાદ કરી છે અને અમારી માંગણી છે કે તાત્કાલિક આ ચોરને પકડી પાડવામાં આવે.