વઢવાણ તાલુકાના ત્રણ ગામોમાં બુમરાણ થતા દીપડાની પરેશાની ઉભી થઇ છે. ત્યારે ગત વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનામાં દીપડો દેખાયો હતો. હાલ લોકમેળામાં લાખો લોકોની અવરજવર થતા વનવિભાગે સક્રિય બનીને રાતના ઉજાગરા શરૂ કર્યા છે.વઢવાણ તાલુકાના વાઘેલા ગામમાં 6 ફૂટ દિવાલ કૂદીને પાડીનું મારણ કર્યુ છે, ત્યારે વાઘેલા સહિત ટીંબા, કારિયાણીમાં મારણ થતા દીપડાની દહેશત ઉભી થઇ છે. વઢવાણના લોકમેળામાં લાખો લોકોની અવરજવર મોડી રાતે થઇ રહી છે. ત્યારે વનવિભાગની ટીમે મોડી રાતે વાઘેલા ગામની સીમમાં જંગલી જાનવરની સગડ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં વનવિભાગના અધિકારી નિકુંજસિંહ પરમાર, આરએફઓ મેરભાઇ વગેરેએ જણાવ્યુકે હિંસક પશુના ફુટપ્રિન્ટ મેળવવામાં મુશ્કેલી છે. જરૂર જણાશે તો આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. બીજી તરફ વઢવાણ તાલુકામાં ગત વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનામાં દીપડો દેખાયો હતો હાલ વરસાદ પડતા દીપડાનું ચોક્કસ સ્થાન નક્કી કરવુ મુશ્કેલ બન્યુ છે.