ગરબાડા
ગરબાડા તાલુકા ના નેલસુરનો હારૂનભાઇ મેડા તા ૨ ના રોજ મહાકાલી માતાના મંદિરે ગણપતિ બેસાડેલા હોઇ ત્યાં ગયો હતો . ત્યારે શૈલેષ બારીયાએ તથા તેના પિતાએ તારા કાકાને 4000 ઉછીના આપ્યા હતા . જે રૂપિયા હુ તને મારા ઘરે લઇ જઇ હિસાબ કરી આપવાના છે તેમ કહી લઇ ગયા હતા અને ત્યાર બાદ એકદમ ઉશ્કેરાઇ જઇ ગમે તેમ ગાળો બોલી તા પથ્થરો મારી હારૂનભાઇને માથામાં ઇજા કરી હતી . તેમજલાકડી મારી થાપાના ભાગે મારી ફ્રેક્ચર કરી ગડદાપાટુનો માર માર્યો હતો . બુમાબુમ કરતાં આજુબાજુમાંથી લોકો આવાં બન્ને હુમલાખોર નાસી ગયા હતા . ત્યારબાદ પિતા દોડી પુત્ર 108 દ્વારા ઇજાગ્રસ્ત હારૂનને દાહોદના સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો . આ સંદર્ભે સંજયકુમાર મનુભાઇ મેડાએ હુમલાખોર પિતા – પુત્ર વિરૂદ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .