હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી વરસાદ ખેંચાયા બાદ દેશમાં ફરી એકવાર ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે, આવામાં અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ઉપરાછાપરી સિસ્ટમ બનવાની અને તેની અસર ગુજરાતના હવામાન પર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતે તારીખો અને સ્થળ પ્રમાણે કેવો વરસાદ થઈ શકે છે તે અંગેની માહિતી આપી છે. અંબાલાલની સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જુન-જુલાઈની યાદ અપાવતો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાઉ આગાહી કરી દીધી હતી અને હવે ફરી એકવાર ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદ થવાની અને ક્યાંક દેશના પૂર્વના ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતના દક્ષિણ ભાગમાં તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને તેમણે તારીખો સાથે ક્યાં કેવો વરસાદ પડી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વરસાદ અટક્યો હોવાથી ખેડૂતો ચિંતામાં છે. ઓગસ્ટ મહિનો બહુ ઓછા વરસાદવાળો રહ્યો હતો. પરંતુ હવે સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતાઓ છે. તારીખ 8 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. જે સિસ્ટમ ઓડિશા, આંધ્રપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે. હાલ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટાં પડવાની શક્યતાઓ છે. 6 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં તારીખી 6થી 12માં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, પંચમહાલના ભાગો અને કચ્છમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. તારીખ 12 સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે. તેમણે જણાવ્યું કે, 12 પછી 13, 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ સારી ચાલવાની શક્યતાઓ છે. તેમણે બંગાળના ઉપસાગરમાં ઉપરાછાપરી સિસ્ટમ બનવાની વાત કરીને જણાવ્યું છે કે, તારીખ 10થી 15 તારીખમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વહનથી આગામી સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. દેશના પૂર્વના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અને અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.  અંબાલાલ પટેલ થનારા વરસાદની વિગતો અંગે વાત કરીને કહે છે કે, ગુજરાતમાં હળવા, મધ્યમ સહિત સારા વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. વરસાદ ગયો નથી, જોકે, વરસાદ પહેલા તાપ પડશે. 15મી સપ્ટેમ્બર પછી પવન, તાપ સહિતની ગતિવિધિના આધારે ચોમાસા અંગે અંગે વધુ ખ્યાલ આવી શકશે તેમ પણ તેમણે જણાવ્યું છે. નોંધનીય છે કે અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટમાં વરસાદ ખેંચાવા સહિતની અગાઉની હવામાન અંગેની માહિતી આપી દેવામાં આવી હતી, હવે તેમણે સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જે ખેડૂતોને રાજી કરી શકે છે. જો તેમની આગાહી પ્રમાણે વરસાદ થયો તો ખેડૂતોને મોટી રાહત થશે.