ડીસાના જુનાડીસા ગામ પાસેથી એલસીબીની ટીમે જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે જુગરિયાઓ પાસેથી રોકડ ,ગાડી અને ત્રણ બાઈક સહિત કુલ 2.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસમાં મોટા પ્રમાણમાં જુગાર રમાતો હોવાથી પોલીસ દ્વારા જુગાર લગત ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના આપવામાં આવી હતી. જેથી બનાસકાંઠા એલસીબી પોલીસ જુગારીઓને પકડવા સક્રિય બની છે. ત્યારે એલસીબી ટીમ ડીસા રૂરલ વિસ્તારમાં પ્રોહી તેમજ જુગાર બાબતે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જુનાડીસા વાસણા જવાના રસ્તાની બાજુમાં આવેલા ચરેડામા કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ઓચિંતી રેડ કરતા જુગાર રમી રહેલા 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

જુગાર રમતા મનોજકુમાર વાસીભાઇ પ્રજાપતિ (રહે પોસ્ટ ઓફીસની બાજુમાં,જુનાડીસા), ઉર્વેશભાઇ રહેમતઉલ્લા શેખ ( રહે નવાપુરા,જુનાડીસા), દિનેશકુમાર બાબુલાલ પુનડીયા (રહે પુનડીયાવાસ,જુનાડીસા), સમિરખાન યાહયામિયા ચાવડા (રહે નવાપુરા,જુનાડીસા), મકસુદ સલીમભાઇ કુરેશી (રહે.ગવાડી,ડીસા), જયેશકુમાર વિરમાભાઇ પુનડીયા (રહે.નવાપુરા,જુનાડીસા)ને ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડ રકમ, મોબાઈલ, ત્રણ બાઈક અને કાર મળી કુલ 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામની સામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.