બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલી રાજસ્થાનની માવલ બોર્ડર પાસે આવેલા બ્રિજ નેશનલ હાઈવે ઉપર એક લોડિંગ ટેમ્પોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેમ્પોમાં અચાનક આગ લાગત અફરા તફરી મચી જવા પામી હતી. ટેમ્પો આગ લાગતાં સ્થાનિક લોકો દોડી પહોંચી આગ બુજાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા.
ગુજરાતથી રાજસ્થાન તરફ એક લોડિંગ ટેમ્પો માલ સમાન ભરી જઇ રહ્યો હતો. ત્યારે માવલ બોર્ડર પાર કરી આગળ જતા બ્રિજ પર પહોંચતા જ અચાનક ધુવાડા જોતા ટેમ્પો ચાલકે સમય સૂચકતાને ધ્યાને લઈ ચાલકે સાઈડમાં કરી જોતા ટેમ્પોમાં અચાનક આગ લાગી ગઈ હતી. નેશનલ હાઇવે પર અચાનક આગ લાગ લાગતા સ્થાનિકો દોડી પહોંચી આગ બુજવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આગે વીકરાળ સ્વરૂપ ધારણ કરતા લોડિંગ ટેમ્પોને આખી આગે ઝાપેટમાં લઈ લીધો હતો. બનાવીની જાણ આબુરોડ નગરપાલિકા ફાયર વિભાગને થતા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટેમ્પોમાં લાગેલી આંગને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.