ગુજરાત ટુરિઝમ દ્વારા બોર્ડર પર વર્ષના 100 જેટલી વિવિધ ઇવેંટો કરવામાં આવતી હોય છે જેમાં ગત 15 જુલાઈએ કેરિયર કાઉન્સિલિંગ તેમજ નો ગુજરાત ઇવેન્ટ યોજાઇ હતી જેમાં દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ માં તમામ સુવિધાઓ જેવી કે બાળકોને લેવા મૂકવા માટે બસ, નાસ્તો, જમવાનું તેમજ મ્યુઝિયમ અને પરેડ જેવી વિવિધ બાબતો નિ શુલ્ક બતાવવામાં આવે છે જેમાં ટુરિઝમ તરફથી માર્ગદર્શક વૈભવ ભાઈ દરજી સાથે રહી વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન તેમજ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સૌપ્રથમ બીએસએફના સબ ઇન્સ્પેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી સેમિનાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભોજન લીધા બાદ આર્ટ ગેલેરી મ્યુઝિયમ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીને ગુજરાત વિશે પરિચય દર્શાવતી માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. માહિતી રજૂ કર્યા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી થઈ જે વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપ્યા તેમને ચોકલેટ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ નડેશ્વરી માતાજીના દર્શન કરી બીએસએફના જવાનોની પરેડ પણ નિહાળવામાં આવી હતી . ગાઈડ વૈભવ ભાઈ દરજી અને દેવાશીશ સર તેમજ નડાબેટ ટુરીઝમ ટીમ ,વિદ્યાર્થીઓ અને સ્ટાફ ગણ હાજર રહી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જાગ્રત થાય તેવા હેતુથી સમગ્ર સ્થળોની મુલાકાત તેમજ સૈનિકોની પરેડ પણ નિહાળવામાં આવી હતી...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं