ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમ દ્વારા હાલોલ ST ડેપો ખાતે અત્યાધુનિક સુવિધા સભર 2 નવીન ABS-6 મીની બસો ફાળવવામાં આવી છે જે બન્ને મીની બસોના લોકાર્પણનો કાર્યક્રમ આજરોજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં તેમજ અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં બન્ને બસોનું ધાર્મિક વિધિ વિધાન અનુસાર પૂજાપાઠ કરી શ્રીફળ વધેરી ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત ઉપસ્થિત મહાનુભવોએ લીલી ઝંડી બતાવી મુસાફરોના લાભાર્થે પ્રસ્થાન કરાવી લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર,જિલ્લા સંગઠન મંત્રી અરવિંદસિંહ પરમાર,સહિત એસટી ડેપોના મેનેજર તેમજ અન્ય કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટી સંગઠનના અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આજે મુસાફરોના લાભાર્થે લોકાર્પણ કરાયેલ 2 મીની બસ પૈકી એક બસને લોકલ રૂટ આપી હાલોલ વાયા ઘોઘંબા ઝોઝ રૂટ મુકવામાં આવી છે જે બસ રોજ સવારના 6:40 કલાકના હાલોલ એસટી સ્ટેન્ડ થી ઉપડશે જ્યારે બીજી બસ હાલોલ વાયા ગોધરા સાવલી ભાદરવા રૂટ  પર લોકલ બસ તરીકે મુકવામાં આવી છે જે બસ હાલોલ ખાતેથી વહેલી સવારે રોજ 7:00 વાગ્યા નો સુમારે ઉપડશે તેવી માહિતી એસટી ડેપો મેનેજર દ્વારા આપવામાં આવી છે.