બોક્સ....
એકનું પકડાવું યે તો હજી ટેલર હૈ પુરા પિક્ચર તો અભી બાકી હૈ
રાજુલા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ ઘોર નિંદ્રામાંથી ક્યારેય જાગછે ખરી?
કે પછી એકને પકડી છાપાઓમાં ટીવીઓમાં દેખાડો કરી સમ ખાવા પૂરતી કામગીરી કરી બાકીના ડેંડાઓને લૂંટણીયાઓને રામ ભરોસે મૂકી દેછે? યે ભી તો એક સવાલ હૈ!!!!
ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી તગડી ફી વસૂલી લઇ ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતા
એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રી રાખવા અંગે ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા
અને અમરેલી જીલ્લામાં ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, જેવા તાલુકાઓમાં આવા કલીનિકો ચલાવી દર્દીઓ પાસેથી તગડી ફી લઇ સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરતા બની બેઠેલા ડોકટર સાહેબો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા.
અમરેલી જિલ્લા સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ હિમકરસિંહ નાઓ તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક હરેશ વોરા નાઓની સુચના અને માર્ગદર્શન નીચે
રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સી.એસ કુગસીયા નાઓ તેમજ રાજુલા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. જી.એમ.જાડેજા તથા રાજુલા પો.સ્ટે.ની સર્વેલન્સ સ્કોર્ડ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા
રાજુલા પોલીસ સ્ટેશન વિભાગ નીચે આવતા અને આવા ક્લિનિકો ચલાવતા આવા ડીગ્રી વગરના બોગસ ડોકટરની માહીતી મેળવી કાર્યવાહી કરવા સતત પ્રત્નશીલ હોય,
અને પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, રાજુલા શહેરમા મફતપરા વિસ્તારમા મુસ્તાક રફીકભાઇ ચાવડા રહે.રાજુલા મફતપરા, તા.રાજુલા, જી.અમરેલી, વાળા પાસે
મેડિકલને લગતી કોઈ ડિગ્રી ન હોય અને ગેર કાયદેસર દવાખાનુ/ક્લીનીક ચલાવતા હોય,
જે અન્વયે સદરહુ જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસર તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઇસમને એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-૫૧
કુલ કિ.રૂ.૬૫૫૯૧/- ની મેડીકલ લગત સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપી *
મુસ્તાકભાઇ રફીકભાઇ ચાવડા ઉ.વ.૬૦, ધંધો-ડોકટર રહે.રાજુલા મફતપરા, તા.રાજુલા જી.અમરેલી
*પકડાયેલા ડોક્ટર પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ*
મજકુર પકડાયેલ ઇસમ મુસ્તાકભાઈ ચાવડા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-૫૧ કુલ કિ.રૂા.૬૫૫૯૧/- ની મેડીકલ લગત સાધન સામગ્રી સાથે પકડી પાડી
તાલુકા હેલ્થ ઓફીસર રાજુલા નાઓની ફરીયાદ આધારે મજકુર આરોપી વિરુધ્ધ રાજુલા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૪૦૧ ઇ.પી.કો.કલમ-૩૩૬ તથા ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦,૩૫ તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૬૭ ની કલમ ૨૯ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ ની કલમ-૧૫(૩) મુજબ ગુન્હો રજી.કરી મજકુર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સી.એસ કુગસીયા તથા પો.સબ.ઇન્સ.જી.એમ.જાડેજા તથા સર્વેલન્સ સ્કોર્ડના અના.ASI જયરાજભાઇ જેતુભાઇ વાળા તથા અના.HC જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા ટાઉન બીટના અના.HC મુકેશકુમાર પરશોતમભાઇ ગાજીપરા તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.