વિરપુર તાલુકાના આસપુર ગામે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોરની સતત પ્રયત્નોથી વિદ્યાર્થીઓ માટે એસટી બસ ચાલુ કરવામાં આવી આસપુર ગામના 50 જેટલા વિદ્યાર્થીઓ સાઠંબામાં આવેલી ગ્રુપ વિકાસ વિદ્યામંદિર સુધી સાઈકલ અન્ય વાહન તથા ચાલીને સ્કૂલમાં જતા હતા, ત્યારે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોર ના સતત પ્રયત્નો તેમજ કેટલીક ચેનલો અને ન્યૂઝ પેપરમા ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવતા ન છૂટકે તંત્ર જાગીને વિદ્યાર્થીઓને બસની સુવિધા મળી રહે તે હેતુથી એસટી બસ ચાલુ કરવામાં આવી 50 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં બસ ચાલુ થવાથી ખુશીનો માહોલ બન્યો આ બસ ચાલુ થવાથી આજુબાજુના ગામડા ઓ જેમકે વજાવત ,જાલમપુરા , કશિયાવત જેવા ગામડાઓ ને લાભ મળી શકશે વીરપુર મોડાસા બસ હવે આસપુર ગામમાંથી જશે તો આજુબાજુના ગામના લોકોને બાયડ મોડાસા જવા માટે આ બસનો લાભ મળી શકશે આ બસ નું ઉદ્ઘાટન આસપુર ગામના ગ્રામજનો દ્વારા ફૂલહાર શ્રીફળ દ્વારા કરવામાં આવ્યું જેમ કે આસપુર ગામના સરપંચ શ્રી ડેપો ટી સરપંચ શ્રી આસપુર દૂધ મંડળીના ચેરમેન શ્રી સેક્રેટરી શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના વિરપુર તાલુકા ઉપપ્રમુખ દ્વારા બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું