રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.