ડીસાનો માળી સમાજનો યુવાન અયોધ્યા ભગવાન શ્રીરામના મંદિરે દર્શન કરવા માટે પગપાળા જવા રવાના થયો..

 જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ભગવાન પરસોતમ શ્રી રામનું અયોધ્યા ધામમાં ભવ્ય મંદિરનું બનવા જઈ રહ્યું છે અને મંદીરનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં ભગવાન શ્રીરામનુ મંદિર તૈયાર થશે અને ભગવાન શ્રીરામના ભક્તો માટે મંદિર ખુલ્લુ મુકાવવામાં આવશે ત્યારે ડીસાના એક યુવાન સનાતન ધર્મની રક્ષા કાજે અને ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા પગપાળા જવા માટે આજે રવાના થયો હતો ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં રહેતા જયરામભાઈ માળીનો પુત્ર વિજય માળી કે જેને આજ થી ચાર મહિના અગાઉ ભગવાન શ્રીરામના મંદિર જન્મભૂમિના દર્શન કરવા માટે અયોધ્યા પગપાળા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે બાદ તેની પૂરજોશમાં તૈયારી ચાલી રહી હતી અને પગપાળા જતા યુવાન વિજય માળી દ્વારા સરકાર સહિત ધારાસભ્ય અને હિન્દુ ધર્મ પ્રેમી જનતાને સાથ અને સહકાર આપવા અને સહયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીની દ્વારા પગપાળા જતા યુવાન માટે મંજૂરી આપતા આજે ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરેથી દર્શન કરીને શ્રીરામના ભક્ત વિજય માળી પોતાના પરિવાર સાથે શોભાયાત્રા લઈને ડીસાના ત્રણ હનુમાન મંદિર ખાતે ભગવાન શ્રીરામના ભક્ત હનુમાનજીના દર્શન કરી અને હિન્દુ યુવા સંગઠન ભારતના હોદેદારો અને કાયકર્તાઓ સહિત વિશાળ સંખ્યામાં સમર્થકો દ્વારા ડીસા દિપક હોટલ સુધી સાથે ચાલીને યુવાન વિજળ માળીને પગપાળા યાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું જ્યાં અમરનાથ કોમ્પ્લેક્સ ખાતે હિન્દુ હૃદય સમ્રાટ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા અયોધ્યા જતા યુવાનનું વિશેષ સન્માન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને જય શ્રી રામના નારા સાથે નીકળેલો યુવાન વિજય માળી ‌ કુલ 120 દિવસની પગપાળા યાત્રા કરી અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શન કરીને ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરી પરત ફરશે તેવા ભક્તજનો એ દ્વારા પણ આશીર્વાદ આપ્યા હતા.

અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા