ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટરશ્રી, પી.બી.દેસાઇ, ની ટીમના
પો.સબ.ઇન્સશ્રી આઇ.એસ.રબારી તથા પોલીસ ટીમ દ્વારા નશીલા પદાર્થો નુ વેચાણ તથા
હેરાફેરી કરતા વ્યક્તિઓને શોધી કાઢવા સારુ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ.
તા.૩૧/૦૮/૨૦૨૨ ના રોજ મળેલ બાતમી હકીકત આધારે તા.૦૧/૦૯/ ૨૨
ના રોજ અમદાવાદ શહેર, જુહાપુરા, કાદરી પાર્ટી પ્લોટ ચાર રસ્તા ફતેવાડી કેનાલ જવાના રોડ
પરથી ઉકત હકિકતમાં જણાવેલ વ્યક્તિ શાહરૂખખાન S/O જબ્બારખાન મુબારકખાન પઠાણ,
ઉવ.૨૮, રહે.હાલ-ઝહીરાબાદ, પતરાવાળી મસ્જીદ પાસે, પાણપુર પાટીયા, આર.ટી.ઓ.
પાછળ, હિંમતનગર, જી. સાબરકાંઠા તથા પ્રજાપતિ વાસ, ખલવાડ પરબડા, તા.હિંમતનગર,
જી. સાબરકાંઠાને ઝડપી લઇ તેના કબ્જામાંથી મળી આવેલ મેફેડ્રોન જથ્થો ૧૮૬.૮૯૦ ગ્રામ
ની કુલ કિ.રૂ. ૧૮,૬૮,૯૦૦/-, રોકડા રૂ.૫,૦૦૦/- પાકિટ કિ.રૂ.૧૦૦/-, મોબાઇલ રૂ.
૫૦૦૦/-, તથા સ્વીફટ ડિઝાયર ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.
૨૧,૭૯,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ પંચનામા વિગતે કબ્જે કરવામાં આવેલ.
આ આરોપી અગાઉ જે.સી.બી. વાહનના ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. છેલ્લા
છએક મહિનાથી એમ.ડી નો નશો કરતા ડ્રગ્સ પેડલરો અને વેપારીઓ સાથે ઓળખાણ થતાં
કમિશન પર ડ્રગ્સની હેરાફેરી કરવા લાગેલ. ગઇ તા.૩૧/૦૯/૨૦૨૨ ના વહેલી સવારે
રાજસ્થાન ખાતે રહેતા બાદશાહ નામના વ્યક્તિએ અજાણ્યા માણસ મારફતે હિંમતનગર ખાતે
આ ડ્રગ્સનો જથ્થો મોકલાવેલ. જે ગ્સનો જથ્થો અમદાવાદ ફતેવાડી ખાતે બાદશાહ ના
માણસને આપવા સારુ આવેલ, જે ડીલીંગમાં પોતાને વીસ હજાર રૂપિયા કમિશન મળતુ હોવાની
હકીકત જણાવેલ છે. સદરી પકડાયેલ આરોપી વિરુધ્ધ ડી.સી.બી. પો.સ્ટે પાર્ટ “બી” ગુ.ર.નં.
૧૧૧૯૧૦૧૧૨૨૦૧૦૫/૨૦૨૨ ધી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૨(સી), ૨૯
નો ગુન્હો નોંધી પકડાયેલ આરોપીને એમ.ડી. ડ્રગ્સ નો જથ્થો આપનાર તથા લેવા આવનાર
તેમજ ગુન્હામાં સંડોવાયેલ અન્ય વ્યક્તિઓ બાબતે આગળની વધુ તપાસ પો.સ.ઇ શ્રી
આઇ.એસ.રબારી ચલાવી રહેલ છે.