આકાશવાણી અમદાવાદ થી પ્રસારિત “રંગ રંગ વાદળીયુ” કાર્યક્રમમાં તારીખ 2જી સપ્ટેમ્બર શનિવારે સવારે ૧૦:૦૦ કલાકે વત્સલ ડી ઓઝાનો ક્લાસિકલ વોકલ – રાગ “ સારંગ” નો કાર્યક્રમ પ્રસારિત થશે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદની શશિધન ડે સ્કૂલ માં ધોરણ 8ના વિધ્યાર્થી વત્સલ ઓઝા આ પહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં પોતાની ગાયનકળાની સેવા પ્રસ્તુત કરી ચૂક્યા છે. જેઓ ક્લાસિકલ ગાયન સંગીતમાં છેલ્લા ત્રણ વર્ષથી તાલીમ લઈ રહ્યા છે. આ ઉપરાંત તેઓએ કલા ઉત્સવ 2023-24 ભજન- ગાયન માં દાહોદ તાલુકામાં પ્રથમ, કલામહાકુંભ 2022-23 દાહોદ તાલુકા પ્રથમ, કલામહાકુંભ2022-23 દાહોદ જીલ્લા દ્વિતીય, બાલપ્રતિભા 2022-23 દાહોદ જિલ્લા પ્રથમ રહેલ છે. આકાશવાણી રાજકોટ અને 90.8 FM દાહોદ માં પણ તેઓએ પોતાની કળા રજૂ કરેલ છે. તેમની અન્ય માણવાલયક પ્રસ્તુતિઓ તેમની YouTube channel- musicalharmonybyvatsaloza1326 પર પણ માણી શકાશે. આ બાલકલાકાર રેડિયોની પ્રસ્તુતિ માણવા સૌને અનુરોધ છે.