ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે વિવિધ મુદ્દે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દર સપ્તાહમાં બુધવારના રોજ કેબિનેટ બેઠક યોજવામાં આવે છે. જેમાં તમામ પ્રધાનો, સચિવોની હાજરીમાં આ બેઠકમાં મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવે છે ત્યારે આજે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સ્વર્ણિમ સંકુલ સચિવાલય ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
વિધાનસભાના અંતિમ સત્રને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી શક છે. આ ઉપરાંત ગઈકાલે જ વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી ત્યારે ફરી વરસાદની આગાહી કરાઈ છે ત્યારે વરસાદની સ્થિતિને લઈને સમીક્ષા થઈ શકશે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીની તૈયારીના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ખાસ કરીને ચૂંટણી પહેલા બે દિવસનું સત્ર મળે તેવી શક્યતાઓ છે ત્યારે ચૂંટણી પહેલાનું આ અંતિમ સત્ર છે ત્યારે આ મામલે ચોમાસુ સત્ર મામલે જાહેરાત થાય તેવી પણ શક્યતા છે. ખાસ કરીને અગાઉ સરકાર દ્વારા આંદોલનો સમેટવા મામલે કમિટી બનાવવામાં આવી છે ત્યારે જૂનિયર તબીબો તેમજ આંગણવાડીની બહેનોની માંગને લગતા પ્રશ્નોને લઈને બાંહેધરી અપાઈ છે ત્યારે આ ઉપરાંત અન્યટ કર્મચારીઓના પ્રશ્નોને લઈને પણ ચર્ચા થાય તેવી પણ શક્યતાઓ છે.