ભાઈ બહેનના સંબંધોને અતૂટ બંધનમાં બાંધી રાખતા લાગણી પરસ્પરસ પ્રેમ અને હેતના પાવન પર્વ રક્ષાબંધનની ઉજવણીનો થનગનાટ આજે સમગ્ર હાલોલ પંથક સહિત નગરમાં જોવા મળ્યો હતો જેમાં આવતીકાલે યોજાના રક્ષાબંધનના પાવન પર્વને અનુલક્ષીને રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ હાલોલ વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગા વાહિનીની બહેનો દ્વારા રક્ષાબંધનપર્વની ઉજવણી કરી પોલીસ તેમજ અન્ય સરકારી અધિકારીઓ કર્મચારીઓને રાખડી બાંધવાનું આયોજન  દુર્ગા વાહિની જિલ્લા સહ સહયોજીકા જયમીનીબેન સુથાર દ્વારા કરવા આવ્યું હતું જે અંતર્ગત હાલોલ SDM ડૉ મયુર પરમાર,હાલોલ DYSP વી.જે.રાઠોડ હાલોલ ટાઉન PI કે.એ.ચૌધરી PSI શેવાળે સહિતના પોલીસ તેમજ અન્ય અધિકારી અને કર્મચારીઓનો રક્ષાનો દોર બાંધી પોતાની રક્ષાનું વચન લઇ આ તમામ અધિકારી કર્મચારીઓના માથે કંકુ તિલક કરી તેમના મોઢા મીઠા કરાવી ભારે હર્ષોલ્લાસ સાથે ભાવભર્યા વાતાવરણમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાત દિવસ એક કરીને સમાજ અને  બહેનોની રક્ષા કરતા ગુજરાત પોલીસના ભાઈઓની સદાય ભગવાન રક્ષા કરે એવા ઉમદા હેતુથી ભગવાન પાસે પ્રાર્થના કરી હેત સાથે રાખડી બાંધવામાં આવી હતી જેમાં વૈશુબેન દરજી,જાનકીબેનવ્યાસ,કિંજલબેન સોલંકી સહિત અન્ય કાર્યકર્તા બહેનોએ  જોડાઈને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી