મોતીભાઈ દેસાઈ જી એક્સપ્રેસ ન્યૂઝ પાટણ
૭૪ વન મહોત્સવ અંતર્ગત પાટણ તાલુકા ના શ્રી શિ.હ.મોદી મિશ્ર અધ્યાપન મંદિર રણુંજ ખાતે સમારંભ ના અધ્યક્ષ સ્થાને શ્રીમતી પ્રેમિલાબેન પટેલ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત પાટણ , તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી કેતનભાઈ પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી શ્રી પાટણ, શ્રી માધવભાઈ ચૌધરી ઝોનલ અધિકારી શ્રી પાટણ જિલ્લા દુધ સાગર ડેરી મહેસાણા, શ્રી અશ્વિનભાઈ પટેલ વિપક્ષ નેતા શ્રી જીલ્લા પંચાયત પાટણ, શ્રી અમીતભાઈ પટેલ કારોબારી અધ્યક્ષશ્રી તાલુકા પંચાયત પાટણ, શ્રી નરેશભાઈ પરમાર ચેરમેન શ્રી ન્યાય સમિતિ તા.પંચાયત પાટણ, શ્રીમતિ જ્યોત્સનાબેન વી દેસાઈ મંત્રી શ્રી પાટણ તાલુકા ભાજપ, શ્રી કિરણસિંહ ઠાકોર પ્રમુખશ્રી નરભેરામ અએજયુકેશન ટ્રસ્ટ હમીદપુર, શ્રી મહેશભાઈ દેસાઈ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રણુંજ કેલવણી મંડળ તથા ટ્રસ્ટી ગણ, શ્રી ગુલામ રસુલ પટેલ તાલુકા પંચાયત સદસ્ય, શ્રીમતી પી એમ ચૌધરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર, શ્રીમતી આર બી બારોટ પીએસઆઈ આઈ બી, શ્રી વિષ્ણુભાઈ દેસાઈ પ્રભારી શ્રી પાટણ જિલ્લા વન રક્ષક વનપાલ કર્મચારી મંડળ,શ્રી દાનાભાઈ સોલંકી પ્રમુખશ્રી પાટણ જિલ્લા વન રક્ષક વનપાલ કર્મચારી મંડળ, શ્રી વિષ્ણુભાઈ દેસાઈ પ્રમુખશ્રી ગોપાલક મંડળી રણુંજ, શ્રી એસ એસ પરમાર વન રક્ષક શ્રી, શ્રીમતિ એ એસ ચૌધરી વન રક્ષક શ્રી, શ્રીમતિ એચ પી પટેલ વન રક્ષક શ્રી , શ્રી રાજુભાઈ પ્રજાપતિ હે.કોન્ટેબલ આઉટ પોસ્ટ રણુંજ તેમજ કેમ્પસ ના ચારેય સંકુલ ના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ ગણ , સરપંચ શ્રી ઓ તેમજ વિધાર્થીઓ ઓ,તાલીમાર્થી ઓ તેમજ ગ્રામજનો વગેરે ની હાજરી મા ઉત્સાહ પૂર્વક ઉજવાયો.. કાર્યક્રમ ની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના થી કર્યા બાદ શ્રી બળદેવભાઈ આચાર્ય શ્રી અધ્યાપન મંદિર એ મહેમાનો નું સાબ્દિક સ્વાગત કર્યું હતું બાદ મહાનુભાવો નું તુલસી ના રોપા ,સાલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ બાદ શ્રી વિષ્ણુભાઈ દેસાઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શ્રી એ વન મહોત્સવ વિષે તેમજ વન વિભાગ ની વિવિધ યોજનાઓ વિશે સવિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. બાદ શ્રી કિરણસિંહ ઠાકોર, શ્રી નરેશભાઈ પરમાર, શ્રી અશ્વિનભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી પાટણે પર્યાવરણની વિશે સમજ આપી સરકારશ્રી ની વિવિધ યોજનાઓ નો લાભ લઈ તાલુકા માં વધુ માં વધુ વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું.સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ વિશે સવિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું બાદ વન વિભાગ મા ઉત્તમ સેવા આપતા ૨ શ્રમિકો નું સમ્માન કરવામાં આવ્યું હતું બાદ મહાનુભાવો ના હસ્તે સંસ્થા ના પટાંગણમાં માં વુક્ષારોપણ કરવામાં આવ્યું હતુ તેમજ રોપા વિતરણ રથ નું માહાનુભવો ના હસ્તે પ્રસ્થાન કરાવ્યું હતું ... તેમજ રોપા વિતરણ કરવામાં આવ્યાં હતાં.કાર્યકમ નું સંચાલન પ્રો.શ્રીમતિ શોભનાબેન રાજપુતે અને વિષ્ણુભાઈ દેસાઈ એ કર્યું હતું