દાહોદ જિલ્લામાં હીરા ઘસવાના કારખાના શરૂ થતા દાહોદ જિલ્લાના આદિવાસી રત્ન કલાકારો દાહોદ જિલ્લાને બનાવી રહ્યા છે ડાયમંડ હબ. 

ખેતીવાડી અને મજૂરી કામ માટે જાણીતા દાહોદ જિલ્લાના આદિવાસીઓ દાહોદ જિલ્લાને બનાવી રહ્યા છે હીરાનું હબ. કોરોનાકાળમા છટણી થતા દાહોદ, ગરબાડા, ફતેપુરા સહિત દાહોદ જિલ્લામા 15 થિ વધુ હીરા ના કારખાના શરૂ થતાં રત્ન કલાકારો માટે સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધી રહી છે. 

ગરબાડા તાલુકાના નાંદવા ગામના વતની પર્વતભાઈ ગોહિલ ગરબાડા ખાતે હીરા ઘસવાના કારખાનાનુ સંચાલન કરી રહ્યા છે. પર્વતભાઈ જ્યારે ૧૦ મા ધોરણમા નાપાસ થયા અને ઘરની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી રોજગારી માટે હીરા ઘસવાના કામ ઉપર પસંદ ઉતારી અને 1996-97 મા વતન છોડી હીરા ઘસવાના કામમા જોડાઈ અલગ અલગ જગ્યા એ કામ કરી છેલ્લા કેટલાય વર્ષોથી સુરત રહી હીરા ઘસવાનુ કામ કરતા હતા. 

પરંતુ, કોરોના કાળમા લોકડાઉન થતા સુરતમાં હીરા ઉદ્યોગ કારખાના બંધ થયા અને તમામ રત્ન કલાકારો બેરોજગાર થયા અને વતનમા આવી નાનુ મોટૂ છૂટક કામ અને ખેતી કામ કરતા રહ્યા. પરંતુ પર્વત ભાઈને વિચાર આવ્યો કે હીરા ઘસવાનુ કામ અહી જ શરૂ કરવામા આવે તો ઘણો ફાયદો થઈ શકે. પર્વતભાઇએ સ્થાનિક રત્ન કલાકારોનો સંપર્ક કરી પોતાની વાત રજૂ કરી જેમા કારીગરોને પણ વાત ગમી અને તે લોકો અહી જ કામ કરવા તૈયાર થતા પર્વતભાઈએ સુરત સ્થિત જે વી એક્સપોર્ટ કંપની સાથે વાતચીત કરી ગરબાડા ખાતે હીરા ઘસવાનુ કારખાનુ શરૂ કરી દીધું. અને અહીના આસપાસના રત્નકલાકારો પોતાના ઘરે પરિવાર સાથે રહી દરરોજના 600 થિ 700 રૂપિયા નું કામ કરે છે. ગરબાડામા ચાલતા કારખાનામા સુરતથી રફ હીરા આવે છે. સેમી ડિઝાઇનના આ હીરા રાઇના દાણા જેટલા હોય છે. એક હીરો ત્રણ હાથમાથી પસાર થાય છે. સૌ પ્રથમ તેના તળિયા પર કામ થાય છે. પછી તેની ડિઝાઇન બને છે અને પછી ઉપર કામ થાય છે.