ભારત-પાકિસ્તાન ઝીરો પોઇન્ટ ખાતે અતૂટ સમર્પણ સાથે રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરનારા નિર્ભય સૈનિકોને દિયોદર પ્રાથમિક શાળા નંબર - 2 ની કન્યાઓએ સ્વ - નિર્મિત રાખડીઓ મોકલી.ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષાનો પર્વ એટલે રક્ષાબંધન.બહેન પોતાની રક્ષા માટે તેમજ ભાઈની રક્ષા માટે ભાઈની કલાઈ પર સૂતરનો ધાગો બાંધતી હોય છે. ત્યારે ભારત દેશની સીમા પર પોતાના પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરતા નિર્ભય સૈનિકો રક્ષાબંધન પર્વની ઉજવણી કરી શકે એ માટે દિયોદર પ્રાથમિક શાળા નંબર - 2ની બાળાઓએ જાતે રાખડીઓ બનાવીને ભારત-પાકિસ્તાન ઝીરો પોઈન્ટ બોર્ડર નડાબેટ ખાતે હાજર અધિકારીઓને રક્ષાસૂત્ર અર્પણ કરેલ.સમગ્ર કાર્યક્રમમાં બાળાઓને કામિનીબેન મકવાણા તેમજ વિષ્ણુભાઈ દેસાઈએ પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું હતું.શાળાના શિક્ષકગણે બાળાઓના નવીનતમ પ્રયત્નોને બિરદાવ્યો હતો.....