અમરેલી જીલ્લામાં બનવા પામેલ શરીર સબંધી તથા મીલકત સબંધી ગુન્હાનાના આરોપીને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તથા વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા તેમજ પરીણામલક્ષી કામગીરી કરવા એચ.બી.વોરા, ના.પો.અધિ સાવરકુંડલા વિભાગ તથા સર્કલ પો.ઇન્સ સી.એચ.કુગસીયા તથા પો.સ.ઇ. આર.એચ.રતન, ડુંગર પો.સ્ટે નાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલ.

ગુન્હાની વિગત-

આ કામની હકીકત એવી છે. કે હડમતીયા ગામના સ્મશાનની અંતીમ સંસ્કાર માટેની ઇલેકટ્રીક સગડીની સાઇડની વાડ એક બાજુની તમામ છ તથા

બીજી બાજુની એક લોખંડની બીડની પ્લેટ મળી કુલ સાત લોખંડની બીડની પ્લેટ જેનુ આશરે વજન ૫૦/- કીલોગ્રામ જેની કી.રુ.૧૫૦૦/- ની તા.૨૫/૦૮/૨૦૨૩ ના રોજ બપોર બાદ આશરે ચારેક વાગ્યાથી તા.૨૭/૦૮/૨૦૨૩ ના રોજ સવારના આઠ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા વિ બાબત.

 આજરોજ ડુંગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૩૦૬૨૨૩૦૧૨૨/૨૦૨૩ IPC ૩.૩૭૯ મુજબનો ગુન્હો આજરોજ ૬,૦૯/૪૫ વાગ્યે રજી થયેલ અને આ કામે અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ નોંધાયેલા

જે અન્વયે ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ કરવા ડુંગર પોલીસ ટીમ દ્રારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને

ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હડમતીયા ગામના તા.૨૬/૦૮/૨૦૨૩ ના રોજ કેફી પીણુ પીધેલ હાલતમાં મળી આવેલ ત્રણ ઇસમોની યુકતિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતા તેઓએ ચોરી કર્યા અંગેની કબુલાત આપતા હોય

 અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મુદામાલ ૧૦૦% મળી આવતા, પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત-

(૧) હરેશભાઇ ગોવિંદભાઇ ચૌહાણ ઉ.વ.૪૫, ધંધો-મજુરી, રે.હડમતીયા, તા.રાજુલા, જી.અમરેલી,

(૨) રાહુલભાઇ ધનજીભાઇ ચૌહાણ ઉ.વ.૨૪, ધંધો-મજુરી, રે.રાજુલા, જુના વાલ્મીકી વાસ, તા.રાજુલા ,જી.અમરેલી,

(૩) શીવાભાઇ ઉર્ફે શીવરાજભાઇ જીવરાજભાઇ બેરડીયા ઉ.વ.૨૫, ધંધો-મજુરી રે.રાજુલા,જુના વાલ્મીકી વાસ,તા.રાજુલા,

રીકવર થયેલ મુદ્દામાલ

લોખંડના નાના મોટા ટુકડા ૫૦ કી.ગ્રા કી.રૂ.૧૫૦૦/- તથા એક લોખંડની હથોડી કી.રૂ.૧૦/- તથા એક ભારરીક્ષા વાહન કી.રૂ.૩૫૦૦૦/- મળી કુલરૂ.૩૬૫૬૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ડુંગર પો.સ્ટેના પો.સબ.ઇન્સ આર.એચ.રતન તથા એ.એસ.આઇ. એમ.કે.પીછડીયા, તથા પો.કોન્સ. વનરાજભાઇ જોરૂભાઇ ધાખડા તથા મેહુલભાઇ દ્વારા કરવામાં આવેલ 

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.