દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન દસાડા વડગામ ત્રણ રસ્તા પાસે છટકું ગોઠવ્યું હતુ. ત્યારે હાઇવે પર શંકાસ્પદ હાલતમાં નિકળેલી ડસ્ટર ગાડીને કોર્ડન કરીને ઉભી રખાવીને ગાડી સાથે ચાલકની સઘન તલાશી લીધી હતી. દસાડા પોલીસ આ ગાડીમાંથી ચાલક બિશ્નોઈ રહે- ડડુશન, બાવરલા, તા અને જિલ્લો- સાંચોર રાજસ્થાનને પ્રવિણકુમાર વિરધારામ બાંગડવા ઝબ્બે કર્યો હતો. જ્યારે અન્ય આરોપી ખાસરવી તા અને જિલ્લો- સાંચોર રાજસ્થાન શુભાષભાઈ ઉર્ફે સુરેશ બિશ્નોઈ બાવળીયાની આડમાં પોલીસને થાપ આપીને સીમ ખેતરમાં નાસી છૂટવામાં સફળ થયો હતો. બાદમાં દસાડા પોલીસે ડસ્ટર ગાડીની સઘન તલાશી લેતા ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, નાના ચપલા અને બિટર ટીન મળી કુલ બોટલો નંગ- 888 કિંમત રૂ. 98,200, મોબાઈલ નંગ- 2 કિંમત રૂ. 10,000 અને ડસ્ટર ગાડી કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 4,08,200ના મુદામાલ સાથે ઝબ્બે કરી વિદેશી દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ વી.આર.ખડીયા, વિજયસિંહ, મનીષભાઇ અઘારા, સુરેશભાઇ, નિલેશભાઇ રથવી, ભરતભાઈ મેમકીયા અને પ્રવીણભાઈ કોલા સહિતનો દસાડા પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ વી.આર.ખડીયા ચલાવી રહ્યાં છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं