પારસીના જુનાં મકાનમાં ખોદકામ દરમિયાન પાયા માંથી 40 થી 50 કિલો સોનાના સિક્કા મળેલ હોય જે સસ્તામાં વેચવાની લાલચ આપી ફરિયાદીશ્રી પાસેથી એક કરોડ ૧૦ લાખ રૂપિયા લઇ સોનાના ખોટા સિક્કા પધરાવી દઈ, ગુનાહિત કાવતરું કરી છેતરપિંડી, વિશ્વાસઘાત કરી વાપી GIDC પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા દસ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ

ગુનાની વિગત: -* પોલીસ કમિશનર સા. શ્રી, સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સા. શ્રી સેકટર-૧ તથા ના. પો. કમિ. સા. શ્રી ઝોન-૨ તથા મ. પો. કમિ. સા. શ્રી “ડી” ડીવિઝન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ *પો. ઇન્સ. શ્રી આર. જે. ચુડાસમા* ડીંડોલી પો. સ્ટે. તથા સેકન્ડ પો. ઇન્સ. એસ. એમ. પઠાણ ડીંડોલી પો. સ્ટે. સુરત શહેર નાઓએ વિધાનસભા ચુંટણી-૨૦૨૨ ચુંટણી અનુલક્ષીને નાસતા ફરતા આરોપીને તેમજ "અ" પડત ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના આપતા *સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી* નાઓ સર્વેલન્સના માણસો સાથે મળી વર્ક આઉટ હતા દરમ્યાન *HC જયપાલસિંહ ડાહ્યાભા તથા PC કુલદિપસિંહ હેમુભા* નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, *“વાપી જી. આઇ. ડી. સી. પો. સ્ટે. માં નોંધાયેલ ચીટીંગના ગુનામાં છેલ્લા દશેક મહીનાથી વોન્ટેડ આરોપી અર્જુન ઉર્ફે દિનેશ ઉર્ફે ભીમો s/o ભીખાભાઈ સોલંકી, ડીંડોલી જુના જકાતનાકા રેલ્વે પટરી પાસે આવેલ મચ્છી માર્કેટ પાસેથી પસાર થનાર છે”* જે હકીતના આધારે આરોપી અર્જુન ઉર્ફે દિનેશ ઉર્ફે ભીમો s/o ભીખાભાઈ સોલંકીનાને પકડી પાડી તેની પુછપરછ કરતા તેણે કબુલાત કરેલ કે, “તેના લીડર પ્રભુ ઉર્ફે રાજેશ ઉર્ફે રાજુ ગુલશન સોલંકી તથા તેની માતા મીરા ગુલસન સોલંકી બન્ને રહે. ખોડીયારનગર ન્યુ વી. આઇ. પી. રોડ વડોદરા સુરત તથા પ્રભુ સોલંકીની માસીની દિકરી બહેન તેજુ રાઠોડ રહે. ખંડવા મધ્યપ્રદેશ નાઓની સાથે મળી કાવતરું કરી સને-૨૦૧૯ માં દિવાળીના સમયગાળા દરમ્યાન વાપી જી. આઇ. ડી. સી. હાઈવે ઉપર આવેલ જલારામ કાઠીયાવાડી હોટલમાં ફરીયાદી શ્રી ગોવિંદભાઈ બોરડા રહે. એમ્બીવેલી હાઈટ્સ ઉત્રાણ સુરત નાઓ જમવા માટે ગયેલ તે વખતે આરોપી દિનેશ સોલંકી મજુરના વેશમાં ફરીયાદી પાસે ગયેલ અને ખૂબજ ભૂખ લાગેલ હોય જમવાનું માંગતા દયા આવતા તેને હોટલમાંથી જમવાનું અપાવેલ, જેથી આરોપી દિનેશ સોલંકીએ ફરીયાદીને એક સોનાનો સિક્કો આપી કહેલ કે સેલવાસામા પારસીના એક જુના મકાનમાં પાયામાં ખોદકામ દરમિયાન અમોને ઘણાબધા સોનાના સિક્કાઓ મળી આવેલ છે, અમે મફતનું નથી ખાતા તેમ કહી પોતાનો મોબાઈલ નંબર આપેલ, જેથી ફરિયાદી સુરત આવી મહિધરપુરામાં સોની પાસે સિક્કો ચેક કરાવતા અસલ સોનાનો હોવાનું તેમજ ફરિયાદીએ ગુગલ ઉપર સર્ચ કરતાં અઢારમી સદીનો સિક્કો હોવાનું જાણવા મળેલ ત્યારબાદ આરોપીએ ફરિયાદીને મોબાઇલ ફોન કરી પોતાની પાસે 40 થી 50 કિલો સોનાના સિક્કા હોય અને સસ્તામાં વેચવાના હોવાનું જણાવતા લોભ લાલચમાં આવી ફરિયાદી વાપી ગયેલ, જ્યાં આગળ આરોપીઓએ કાવતરું રચી એક સંપ થઈ ફરીયાદીને સૌ પ્રથમ ૧૦ કીલો જેટલા સોનાના સિક્કા ભરેલી થેલી બતાવેલ જેમાંથી ફરિયાદીએ હાથ નાખી સાત સિક્કા ચેક કરવા માટે કાઢી લીધેલ અને ફરીવાર સુરત પરત આવી સોની પાસે ચેક કરાવતા તે પણ અસલ સોનાના સિક્કા હોવાનુ જાણવા મળતા ફરિયાદી સંપૂર્ણ વિશ્વાસમાં આવી ગયેલ અને આરોપીઓને ફોન કરી સોનાના સિક્કા લેવાની ઈચ્છા દર્શાવતા, ફરિયાદીને વાપી જી. આઇ. ડી. સી. મુક્તિધામ સ્મશાન પાસે બોલાવી રૂપિયા ત્રણ કરોડમાં ૪૦ થી ૪૫ કીલો સોનાના સિક્કા લેવાનું નક્કી કરેલ, જે તે વખતે ફરિયાદીએ એક કરોડ દસ લાખ રૂપીયા રોકડા આપેલા અને બાકીના રૂપિયાની વ્યવસ્થા થયેથી સુરત ખાતે આરોપીઓને આપવાનું નક્કી કરેલ. ત્યારબાદ ફરિયાદીએ સુરત આવી તમામ સોનાના સિક્કાઓ ફરિવાર સોની પાસે ચેક કરાવતા તે તમામ સિક્કાઓ ખોટા હોવાનું જાણવા મળતા ફરિયાદીને છેતરાયા હોવાની પ્રતીતિ થતા ફરીવાર વાપી આવી આરોપીઓની તપાસ કરતા તેઓ મળી આવેલ નહીં આવે તમામ આરોપી મોબાઈલ ફોન બંધ કરી નાશી ગયેલ હોવાનું જણાઈ આવેલ” જે બનાવ બાબતે ફરિયાદીએ વાપી ઉદ્યોગનગર પો. સ્ટે. (એમ. કેસ) પો. સ્ટે. પાર્ટ એ ગુ. ર. નં. ૧૧૨૦૦૦૪૯૨૨૦૩૧૮/૨૦૨૨ ધી ઇ. પી. કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી), ૧૧૪ મુજબનો ગુન્હો નોંધાવેલ હોય, પકડાયેલ આરોપી વિરૂધ્ધ સી. આર. પી. સી. કલમ- ૪૧(૧)આઇ મુજબની કાર્યવાહી કરી આરોપીને વાપી ઉદ્યોગનગર પો. સ્ટે. જી. વલસાડ ખાતે જાણ કરી આરોપીને સોંપવા તજવીજ કરેલ છે.