હિન્દુ ધર્મના સૌથી મોટા મહોત્સવ તરીકે ઉજવાતા ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિઘ્નહર્તા ગણેશજીને આવકારી તેઓની સ્થાપના કરી ગણેશજીની આગતા સ્વાગત કરવા માટે યુવાનો,યુવતીઓ,મહિલા,પુરુષો તેમજ અબાલ વૃદ્ધો સહિતના લોકોમાં અત્યારથી જ ભારે થનગનાટ સાથે ઉત્સવ ઉમંગ જોવા મળી રહ્યો છે જેમાં હાલોલ તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વર્ષોની પરંપરા મુજબ પરંપરાગત રીતે ઉજવાતા ગણેશ મહોત્સવના ઉલ્લાસભર્યા પર્વને અનુલક્ષીને હાલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજાની અધ્યક્ષતામાં હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી નારાયણ ધામ ખાતે તાલુકા પંથકના વિવિધ ગામોના ગણેશ યુવક મંડળના યુવાનો સહિત અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં સમગ્ર હાલોલ તાલુકા પંથકમાં ગણેશ મહોત્સવ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે તેમજ ઉલ્લાસભર્યા વાતાવરણમાં રંગે ચંગે યોજાય અને કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતી જળવાયેલી રહે અને કોઈ પણ પ્રકારની અનિચ્છદ ઘટના કે વાદ-વિવાદ વિના શાંતિપૂર્ણ રીતે ગણેશ મહોત્સવનો તહેવાર સંપન્ન થાય તેને લઈને પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજાએ કાયદો વ્યવસ્થા સુરક્ષા સલામતી સહિતના વિવિધ મુદ્દે તેમજ ગણેશજીની સ્થાપનાથી લઈ વિસર્જન સુધીની તૈયારીઓ અંતર્ગત વિવિધ ચર્ચા વિચારણાઓ ઉપસ્થિત ગણેશ યુવક મંડળો સાથે કરી જરૂરી સલાહ સૂચનોની આપ-લે કરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે હાલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.એ જાડેજા તેમજ પી.એસ.આઈ ગોહિલ સહિત પોલીસ સ્ટાફ અને હાલોલ તાલુકા હિંદુ સમાજના અગ્રણીજનો અને વિવિધ ગણેશ યુવક મંડળના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.